વર્ષે લાખો વિદ્યાર્થીઓ પ્રતિસ્પર્ધાત્મક પરીક્ષા આપે છે. આમાંથી એક પરીક્ષામાં પણ પાસ થઈએ તો આપણી છાતી ગજગજ ફૂલી જાય છે. એવામાં કોઈ જેટલી પરીક્ષા આપે તે બધામાં પાસ થઈ જાય તો શું કહેશો? તેમાંથી ભાગ્યે જ કોઈ એવા વિદ્યાર્થી હશે જે એન્જિનિયરિંગ અને મેડિકલ એક્ઝામ બંને ક્રેક કરી શકે. શું આ નસીબ છે કે આકરી મહેનત?
આ વર્ષે સ્તુતિ કોટાના એલન કરિયર ઈન્સ્ટિટ્યુટની વિદ્યાર્થીની છે. તેણે બોર્ડની પરીક્ષામાં 98.8 ટકા સ્કોર કર્યા હતા. રાજસ્થાનમાં વિજ્ઞાન પ્રવાહમાં તેણે પહેલો નંબર મેળવેલો હતો. સ્તુતિ AIIMS MBBS 2019 પરીક્ષામાં પણ દસમો નંબર મેળવ્યો હતો. તેણે NEET ક્લિયર કરી છે અને AIR 71 મેળવ્યા છે. સાથે જ JIPMER MBBSમાં AIR 27, JEE MAINSમાં 1086 મેળવીને નવો રેકોર્ડ સર્જ્યો છે. તે દેશમાંથી કઈ યુનિવર્સિટીમાં એડમિશન લેવું તેની વિચારણા કરતી હતી ત્યારે MITમાંથી તેને એડમિશન માટે તેડું આવ્યું હતું. તે આગળ રિસર્ચમાં જવા માંગે છે.
તેણે પોતાની સફળતાનો શ્રેય તેના માતા-પિતા અને એલન ઈન્સ્ટિટ્યુટના શિક્ષકોને આપ્યો હતો. કોચિંગ ઉપરાંત સ્તુતિ રોજ 12થી 13 કલાક વાંચતી હતી. તેણે ફોકસ ટેક્સ્ટબુક પર અને ક્લાસમાં થતા રેગ્યુલર રીવીઝન પર રાખ્યું હતું. તે થોડા થોડા ગાળે બધા જ વિષયોનો અભ્યાસ કરતી હતી. સ્તુતિના માતા-પિતા ડોક્ટર છે. તેની માતા ડો. હેતલ ડેન્ટિસ્ટ છે અને તે સ્તુતિ સાથે ત્રણ વર્ષ સુધી કોટા રહ્યા હતા. તેના પિતા શીતલ ખંડવાલા પેથોલોજિસ્ટ છે અને દર વીકેન્ડ પર તેમને મળવા જતા હતા.લાખો વિદ્યાર્થીઓ પ્રતિસ્પર્ધાત્મક પરીક્ષા આપે છે. આમાંથી એક પરીક્ષામાં પણ પાસ થઈએ તો આપણી છાતી ગજગજ ફૂલી જાય છે. એવામાં કોઈ જેટલી પરીક્ષા આપે તે બધામાં પાસ થઈ જાય તો શું કહેશો? તેમાંથી ભાગ્યે જ કોઈ એવા વિદ્યાર્થી હશે જે એન્જિનિયરિંગ અને મેડિકલ એક્ઝામ બંને ક્રેક કરી શકે. શું આ નસીબ છે કે આકરી મહેનત?