આજ રોજ ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે ભાજપના કાર્યકર્તા દર્શના જરદોષ અને કોંગ્રેસના ઉમેદવાર અશોક આધેવાડા જિલ્લા સેવા સદન ખાતે પહોંચ્યા હતા ત્યારે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. સુત્રોચ્ચારથી માંડીને તેઓ મારામારી સુધી પહોંચી ગયા હતા. લગભગ દોઢ કલાક સુધી ચાલેલી મારામારી બાદ ઉમેદવારો તેમના ફોર્મ ભરીને નિકળ્યા પછી કાર્યકરો વિફર્યા હતા.
પોલીસ બંદોબસ્ત હોવા છતા પણ બંને પાર્ટીઓના કાર્યકર્તાઓ સુત્રઓચ્ચાર કરતા આમને સામને આવી ગયા હતા. ભાજપની કેટલીક મહિલા કાર્યકર્તાઓ મોદીના ફોટાની પ્રિન્ટ વાળી સાડી પહેરી આવી હતી. આ મહિલાઓની સાડી પણ ખેંચી લેવામાં આવી હતી. તો સામે ભાજપના કાર્યકરોએ પણ કોંગ્રેસની મહીલાઓના ડ્રેસ ફાડી નાખ્યા હતા.
આ મારામારીની જાણ થતા નવસારીના સાંસદ સી. આર, પાટીલ પણ અઠવાલાઈન્સ જિલ્લા સેવા સદન ખાતે આવી પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે મહિલા કાર્યકર્તાઓની સાડી ફાડી નાખીને તેમનું અપમાન કર્યું છે. કોંગ્રેસને હાર નિશ્ચિત દેખાતા તેઓ આવું વર્તન કરી રહ્યા છે.