સુરતના કાપડ વેપારીઓ કોરોના સામેની લડાઈમાં લોકોને જાગૃત કરવા માટે એક નવા મિશન સાથે આવ્યા છે. માહિતી મુજબ ‘સાડી ખરીદો, કોરોના સામે મજબૂતીથી લડો’ આ નારા સાથે સાડીના વેપારીઓએ એક નવું જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ આ અભિયાન હેઠળ જો કોઈ ગ્રાહક સુરતમાં બનેલ કોઈ સાડી ખરીદવા ઇચ્છે છે તો વેપારી ગ્રાહકને ‘કોરોના કવચ’ નામનું એક બોક્સ ઓફર કરે છે. જો કે, આ સાડીનું જ બોક્સ હોય છે.
રિપોર્ટ મુજબ આ બોક્સની અંદર સાડીની સાથે મેચિંગ માસ્ક, સેનિટાઇઝર, આયુર્વેદિક ઉકાળાનો પાવડર અને હોમિયોપેથીની દવાઓ પણ ઓફર કરવામાં આવે છે. જે ગ્રાહકને કોવિડ-19થી બચાવવામાં મદદ કરશે. સુરતના એક ટેક્સટાઇલ માર્કેટ, જ્યાંની સાડીઓ દેશ-દુનિયામાં પ્રખ્યાત છે. ત્યાં આ જાગરૂકતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વેપારીઓના જણાવ્યા મુજબ સાડી દરેક મહિલાની પસંદ હોય છે તેથી જો દરેક ઘરમાં એક સાડી ખરીદવામાં આવે તો દરેક ઘરમાં કોવિડ 19 સામે જાગૃતીને બળ મળશે. આ કોવિડ કચવ માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેવામાં આવતો નથી. સાડીની કિંમત 500 રૂપિયાથી લઈ 5000 રૂપિયા સુધી છે.