સુરત : સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલ રેસ્ટોરેન્ટ માં ઘુસી પંદર જેટલા અસામાજિક તત્વો દ્વારા માલિક સહિત કારીગરોને ઢોર માર મારવામાં આવ્યો હોવાનાઈ ઘટના સામે આવી હતી.જે ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી.જો કે પોલીસ દ્વારા આરોપીઓ સામે કોઈ પણ કડક કાર્યવાહી ન કરાતાં ભોગ બનનારના પિતાએ પોલીસની ઢીલી કામગીરી સવાલ ઉઠાવવામાં આવ્યા છે.જેના અનુસંધાનમાં આજ રોજ પોલીસ કમિશ્નરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.
સુરતના સીટી લાઈટ વિસ્તારમાં રહેતા ઉમેશભાઈ પાવસિયા પીપલોદ ખાતે આવેલ આઈબીસી ઇન્ટરનેશનલ સેન્ટરમાં લિયોનારડો નામની રેસ્ટોરેન્ટ ધરાવે છે.આ રેસ્ટોરેન્ટમાં થોડા દિવસ અગાઉ પંદર જેટલા અસામાજિક તત્વોએ ઘુસી ઉમેશભાઈ સહિત તેના કારીગરો સાથે મારઝૂડ કરી હતી.મારઝૂડ કરનાર માં એક મહિલા પણ હતી.પંદર જેટલા લોકોએ રેસ્ટોરેન્ટમાં ઘુસી રીતસરનો આતંક મચાવ્યો હતો.હાથમાં લોખંડના સળિયા સહિત ફટકા વડે આ ટોળું ઉમેશભાઈ પર તૂટી પડ્યું હતું.જ્યાં સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી.બે કારીગરો વચ્ચે ધંધાની અદાવત ચાલુ આવી હતી…જે મામલે સમાધાન પણ થઈ ગયું હતું.પરંતુ સમાધાન બાદ આ ટોળુ મારપીટ પર ઉતરી આવ્યું અને વચ્ચે પડેલ ઉમેશભાઈને પણ ઢોર માર મારી હોસ્પિટલ ભેગા કરી દીધા હતા.પોલીસ કમિશનર કચેરી ફરિયાદ કરવા પોહચેલા ઉમેશભાઈના પિતાએ જણાવ્યું હતું કે ,પુત્ર હાલ પણ હોસ્પિટલાઈઝ છે.છતાં તબીબ દ્વારા ખોટી રીતે ડિશચાર્જ આપી દેવા દબાણ કરવામાં આવી રહ્યું છે.જેમાં પોલીસની કામગીરી પણ શંકા ઉપજાવનારી છે.પોલીસ દ્વારા ફક્ત સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.જયારે અન્ય આરોપીઓ હાજી પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે.આ મામલે પોલીસ કમિશનર યોગ્ય તપાસ કરાવે તેવી અમારી માંગ છે.
લિયોનારડો રેસ્ટોરેન્ટના માલિક અને તેના કારીગરો પર હુમલો કરનાર શખ્સોમાં પૈકીનો એક શખ્સ સુરત કોર્પોરેશનમાં ફરજ બજાવતા એક ઉચ્ચ અધિકારીનો ભત્રીજો હોવાનું જાણવા મળે છે.જે લાગવગ ના કારણે આ મામલાને દબાવવાનો પ્રયાસ થતો હોવાની ચર્ચા હાલ ઉઠી રહી છે…સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ જોતા આ હુમલાખોરોની દાદાગીરી પુરી હદ વતાવે તે પ્રકારના છે.ફુટેજમાં તમામ હુમલાખોરો પૈકીની એક મહિલા પણ નજરે પડી રહી છે.જે હાથમાં લોખંડની સ્ટીક લઈ માર મારતા નજરે જોઈ શકાય છે. આ ઘટનામાં હુમલખોરો સામે પોલીસ કેટલી તથસ્થ તપાસ કરી કાર્યવાહી કરે છે તે બાબત હવે મહત્વની બની રહે છે.