સુરતમાં સતત ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સની દુકાનમાં આવેલી ત્રણ મહિલાઓ દુકાન માલિકને નજર ચૂકવીને સોનાની ચોરી કરી ફરાર થઈ જાય છે. જોકે ચોરી થયાનું દુકાન માલિકને ખ્યાલ આવતાં તેણે સીસીટીવી ચેક કરતાં ત્રણમાંથી વચ્ચે બેઠેલી મહિલા સોનાની ચેન મૂકતી સીસીટીવીમાં કેદ થઈ છે. ચોરીની ઘટનાનો લાઇવ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. પોલીસે આ મામલે મહારાષ્ટ્રની ત્રણ મહિલાઓની ધરપકડ કરી છે. આ મહિલાઓ મહારાષ્ટ્રથી ચોરી કરવા માટે સુરત આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આજની ઘટનામાં સીસીટીવી જે રીતે વાયરલ થયા છે તેને લઈને લોકોમાં કુતૂહલ સર્જાયું છે. આ ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી માણકી જવેલર્સ નામની દુકાનમાં પણ મહિલાઓ ખરીદી કરવાના બહાને આવી હતી અને એક પછી એક વસ્તુ જોવાનો પ્રયાસ કરી રહી હતી. દુકાન માલિક આ મહિલાઓને વસ્તુ બતાવામાં રહેતા એક મહિલાએ દુકાનદારની નજર ચૂકવીને ક્યારેય સોનાની ચેન તફડાવી પાકીટમાં મૂકી હતી અને મહિલાઓ થોડી જ મિનિટમાં ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. મહિલાઓ આવ્યા બાદ ઘણો લાંબો સમય દુકાનમાં બેસી કોઈ પણ ખરીદી ન કરતા માલિકને અજુગતું લાગતા તેણે દુકાનમાં સી.સી.ટી.વી ચેક કર્યા હતા. આ સાથે આ મહિલાઓ જે રીતે જ્વેલર્સની દુકાનમાં ચોરી કરે છે તેના સીસીટીવી વાયરલ થતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. જોકે પોલીસે આ મહિલાઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે આ ચાર મહિલાઓની ગેંગ ઝડપાઈ આવી હતી. આ મહિલાઓએ અગાઉ પણ ઝવેરીની દુકાનમાં આ પ્રકારે હાથ સાફ કર્યો હોવાની કબૂલાત કરી હતી.
