સુરતમાં ઓટો સેક્ટર ક્ષેત્ર મંદીમાં સપડાઈ ગયું છે. ગયા વર્ષની સરખામણીએ વાહનોના વેચાણમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે 13287 મોપેડ, 16193 બાઇકના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષની સરખામણીએ 5960 કારનું વેચાણ ઘટ્યું છે.
વાહનનું વેચાણ ઘટતા મનપાની વ્હિકલ ટેક્સની આવકમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે ૬૬૫ કરોડની કિંમતના વાહનો ઓછા વેચાયા હતા.સુરત મનપાને વ્હિકલ ટેક્સમાં 14.97 કરોડની ઓછી આવક થી છે.
સુરતમાં ગત વર્ષ કરતાં ઓટો સેક્ટરમાં મંદીનો માહોલનો જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કુલ 36215 વાહનો ઓછા ખરીદાયા છે. જેના કારણે વ્હીકલ ટેક્સની આવકમાં પણ ઘટાડો થયો છે.
સુરત મહાનગરપાલિકા સુરત શહેરમાં વાહનોની ખરીદી થાય તેના પર ટુવ્હીલની શો રૃમ કિંત ઉપર 2 ટકા અને થ્રી અને ફોર વ્હીલ વાહનોની કિંમત ઉપર 2.50 ટકા વ્હીકલ ટેક્સની વસુલાત કરે છે. મહાનગરપાલિકાના વ્હીકલ ટેક્સના આંકડાના આધારે ઓટો સેક્ટરમાં મંદી આવી હોવાનું સ્પષ્ટ કહેવાય રહ્યું છે.