શાળા અને કોલેજો હવે આવતીકાલે 15મી જુલાઈથી શરૂ થવા જઈ રહી છે. રાજ્ય સરકારના પરિપત્ર ચુસ્તપણે પાલન કરવાની ફરજ પડશે. કોરોના ગાઇડલાઇન પ્રમાણેની જે SOP આપવામાં આવી છે તે મુજબ જ બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવશે. બાળકોને ફરજિયાત પણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવાશે અને થર્મલ ગનનો ઉપયોગ કરાશે. તમામ વિદ્યાર્થીઓને માસ્ક આપવામાં આવશે અને સેનિટાઈઝરની પણ વ્યવસ્થા કરવામાં આવશે. સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના જણાવ્યા પ્રમાણે, સુરતમાં ધોરણ 12ના 80 ટકા જેટલા વાલીઓની સંમતિ મળી છે. શાળા શરૂ થશે તેમાં માત્ર 50 ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓના વાલીઓ સંમતિ પત્ર આપશે તેમને શાળામાં પ્રવેશ મળશે. અન્ય વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન પણ આપવામાં આવશે. શાળામાં પ્રાર્થના સભા, ઉત્સવોની ઉજવણી, રમત ગમત અને નાસ્તાની કે જમવાની વ્યવસ્થા રહેશે નહીં. શાળા છૂટે ત્યારે પણ વિદ્યાર્થીઓએ સોશિયલ ડિસ્ટન્સ રાખીને જ પરત ફરવાનું છે.
