કાપડના વેપાર માટે જમાઇએ લીધેલા ઊછીના રૂ. 6.95 લાખની રકમ પરત કવાનો ચેક રિટર્ન થતાં સસરાએ કરેલી ફરિયાદના કેસમાં જમાઇને કોર્ટે એક વર્ષની કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપી જમાઇ ગૌરવ શ્રભગવાન કૌશિકને ત્રીસ દિવસમાં રકમ ચૂકવવા તેમજ રકમ ભરપાઇ નહીં કરે તો વધુ ત્રણ માસની સજા ફટકારી હતી.
મળતી માહિતી પ્રમાણે પવન મનકુલ શર્માએ તેમના જમાઇ ગૌરવનને કાપડના વેપાર માટે સાડા છ લાખ ઉપરાંતની રોકડ રકમ આપી હતી. જે જમાઇએ સાત મહિનામાં આપી દેવા માટેની ખાતરી આપી હતી. પરંતુ ત્યાર બાદ ગલ્લાંતલ્લાં શરૂ કર્યા બાદ ગૌરવે એક ચેક આપ્યો હતો. જે રિટર્ન થયો હતા.
આ સંજોગોમાં પવન શર્માએ તેના જમાઇ સામે જ કેસ કરતા આજે આવેલા ચુકાદામાં કોર્ટે ગૌરવને એક વર્ષની કેદની સજા ફટકાર હતી. તેજ ત્રીસ દિવસની મર્યાદામાં રકમ ચૂકવી આપવા અથવા વધુ ત્રણ માસની કેદની સજા કરતો હુમકમ કર્યો હતો.