સુરતના નવાગામ-ડિંડોલીના ગંગાનગર ખાતે રહેતા 26 વર્ષીય યુવાને શિક્ષિકાને લગ્ન કરવાની લાલચ આપીને અવાર-નવાર બળાત્કારનો શિકાર બનાવી હતી. શિક્ષિકાએ લગ્ન કરવાની વાત કહેતા સહકર્મચારી શિક્ષક હિતેષે સમાજમાં બદનામ કરવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા ગુનો નોંધાયો હતો. જો કે પોલીસે ગણતરીના દિવસોમાં જ નરાધમ એવા હિતેષને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાવ્હી હાથ ધરી હતી.સુરતના નવાગામ-ડિંડોલી ખાતે ગંગાનગરમાં રહેતા હિતેષ રામદાસ મિશ્રા નામના 26 વર્ષના યુવકે સને 2015માં એક શિક્ષિકા સાથે પરિચયમાં આવ્યા બાદ તેની સાથે પ્રેમ સંબંધ કેળવી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી.યુવતીનો વિશ્વાસ સંપાદન કરી લીધા બાદ હિતેષ મિશ્રાએ તેણી સાથે અવાર-નવાર અલગ-અલગ જગ્યાએ શરીર સંબંધ બાંધ્યો હતો. શિક્ષિકાએ લગ્ન કરવાની વાત કરવા સાથે લગન માટે સતત દબાણ સાહરુ કરતા સહકર્મચારી એવા શિક્ષકે પોતાનું પોટ પ્રકાશ્યું હતું.
