અત્યારે ઓન લાઇન શોપિંગનો ક્રેઝ વધતો જાય છે તો બીજી તરફ ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓ પણ વધતા જાય છે. સુરતના ઉધના વિસ્તારમાં રહેતા એક ટ્યૂશન સંચાલક સાથે પણ આવું જ કંઇક બન્યું છે.
સુરતના ઉધના, પટેલનગરમાં આવેલા ત્રિદેવ એપાર્ટમેન્ટમાં રહેતા રિંકેશ દિનેશચંદ્ર ભવાનીદાસવાલા ટ્યૂશન ક્લાસીસ ચલાવે છે. તેમને ઓનલાઇન બુલેટ ખરીદી હતી. જેથી તેમણે OLX ઉપર જતીન ગીરીશ વહોરા અને તિમિર તેજકુમાર નામના બે શખ્સોનો સંપર્ક કર્યો હતો.
ત્યારબાદ ગત તા.4 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી દરમિયાન આ બંને જણાએ તેમની પાસેથી અલગ અલગ પેટીએમ ખાતામાં રૂપિયા 1,13, 900 જમા કરાવી લીધા હતા. જોકે, તેમને ઓનલાઇન બુલેટની ડિલિવરી અપાઇ ન્હોતી. તેઓ છેતરાયા હોવાનું ભાન થતાં ઉધના પોલીસ મથકે દોડી ગયા હતા.
આ મામલે ઉધના પોલીસે ગુનો નોંધી ગીરીશ વહોરા અને તિમિર તેજકુમારની શોધખોળ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, રિંકેશ સાથે જે મોબાઇલ ફોનથી વાચ ચાલતી હતી. તે મોબાઇલ ફોન નબરના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. આ બનાવ અંગે તપાસ ચાલી રહી છે.અત્યારે ઓન લાઇન શોપિંગનો ક્રેઝ વધતો જાય છે તો બીજી તરફ ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓ પણ વધતા જાય છે. સુરતના ઉધના વિસ્તારમાં રહેતા એક ટ્યૂશન સંચાલક સાથે પણ આવું જ કંઇક બન્યું છે.
સુરતના ઉધના, પટેલનગરમાં આવેલા ત્રિદેવ એપાર્ટમેન્ટમાં રહેતા રિંકેશ દિનેશચંદ્ર ભવાનીદાસવાલા ટ્યૂશન ક્લાસીસ ચલાવે છે. તેમને ઓનલાઇન બુલેટ ખરીદી હતી. જેથી તેમણે OLX ઉપર જતીન ગીરીશ વહોરા અને તિમિર તેજકુમાર નામના બે શખ્સોનો સંપર્ક કર્યો હતો.
ત્યારબાદ ગત તા.4 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી દરમિયાન આ બંને જણાએ તેમની પાસેથી અલગ અલગ પેટીએમ ખાતામાં રૂપિયા 1,13, 900 જમા કરાવી લીધા હતા. જોકે, તેમને ઓનલાઇન બુલેટની ડિલિવરી અપાઇ ન્હોતી. તેઓ છેતરાયા હોવાનું ભાન થતાં ઉધના પોલીસ મથકે દોડી ગયા હતા.
આ મામલે ઉધના પોલીસે ગુનો નોંધી ગીરીશ વહોરા અને તિમિર તેજકુમારની શોધખોળ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, રિંકેશ સાથે જે મોબાઇલ ફોનથી વાચ ચાલતી હતી. તે મોબાઇલ ફોન નબરના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. આ બનાવ અંગે તપાસ ચાલી રહી છે.