મોટર વ્હીકલ એક્ટના કડકાઇભર્યા અમલની શરૂઆત થઈ ગઈ છે અને ચેકિંગમાં ઝડપાયેલા વાહનમાલિકો દંડાઈ પણ રહ્યા છે. આજે સવારે ગુડસ્ વ્હીકલના માલિકને ફિટનેસ સર્ટિફિકેટ ન હોવાને કારણે રૂ.પાંચ હજારનો દંડનો મેમો ટ્રાફિક પોલીસનો સ્વીકારવો પડયો હતો.
સુરત શહેરમાં આજે સવારથી જ ટ્રાફિક પોલીસની ટીમ જુદા-જુદા વિસ્તારમાં ચેકિંગ કામગીરીમાં જોતરાઈ જતા વાહન માલિકોમાં એક પ્રકારનો ડર છવાઈ ગયો છે.
મોટર વ્હીકલ એક્ટનો કડક અમલ થવાનો હોવાથી, વાહન માલિકોએ તમામ પ્રકારની તૈયારીઓ છેલ્લાં બે-ત્રણ દિવસથી કરવાનું શરૂ કરી દીધુ હતું પણ જેઓ જરૂરી દસ્તાવેજો સાથે રાખવામાં ઊણા રહ્યા છે, તેઓની હાલત વધુ કફોડી બની છે.