સુરતમાં જીવલેણ કોરોના વાયરસના કહેર વધ્યો છે. ત્યારે આ ઘાતક કોરોનાના હાહાકાર વચ્ચે પોલીસની દાદાગીરી સામે આવી છે. જેમાં પોલીસ સુપરમેન બનીને ચાલુ રિક્ષમાંથી બહાર કુદી પડે છે. .પોલીસે રીક્ષામાંથી કુદીને બાઇક ચાલકને રોક્યો હતો. અને બાઇક ચાલક કઇ પણ સમજે તે પહેલા એક લાફો ઝીંકી દીધો હતો. ચાલકે માસ્ક ન પહેર્યો હોવાથી લાફો ઝીંક્યો હોવાનો પોલીસ પર આરોપ લાગ્યો છે. CCTV સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.જો કે ઘટના બનતા જ લોકોનો ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા..સુરતના લિંબાયતના ઓમ નગરનો સીસીટીવી વીડિયો વાયરલ થયો છે. પોલીસ ખુદ વાહન ચાલકનો જીવ જોખમમાં મુકતો સ્પષ્ટ દેખાઈ છે. સુરત સિટીમાં ભેસ્તાનના 78 વર્ષીય વૃદ્ધ અને સૈયદપુરાની 40 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત થયુ હતુ. આજે સિટીમાં નવા 480 અને જીલ્લામાં 102 મળી કોરોનાનોં કુલઆંક 582 થયો છે. શહેરમાંથી વધુ 316 અને ગ્રામ્યમાંથી 22 મળી 338 દર્દીને રજા અપાઇ હતી.
