સુરતના અલઠાણ વિસ્તારમાં ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી બાથરૂમમાંથી બેભાન હાલમતાં મળી આવ્યો. જો કે તેનું મૃત્યુ થઇ ગયું. ટ્રાન્સપોર્ટરના વેપારી પુત્રના શંકાસ્પદ મોત બાદ પરિવાર શોકમાં ગરકાવ થયો છે. શુક્રવાર રાત્રે ઘરના બાથરૂમમાંથી બેભાન મળી આવ્યા બાદ વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. હોસ્પિટલ ખસેડ્યા બાદ માત્ર ત્રણ કલાકની ટૂંકી સારવાર બાદ ખાનગી હોસ્પિટલના બિછાને વિદ્યાર્થીનું મોત થયું હતું. મૃતક વિદ્યાર્થીના પિતા લલિત શર્મા ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પિતાના જણાવ્યાનુસાર માસ પ્રમોશનને લઈ પુત્ર ખૂબ જ ખુશ હતો. સાંજના ઘરે આવ્યા બાદ બાથરૂમમાં ગયો હતો. જે બાદ બહાર નહિ નીકળતા વેન્ટિલેશનની બારી વાટે દરવાજો ખોલી બહાર કાઢવામાં આવ્યો હતો.
