હાલ કોરોના ની હાડમારી વચ્ચે જાણે યુઘ્ધ ની માહોલ છે બધું લોકડાઉન છે લોકો માં એક અજીબ પ્રકાર નો ડર છે ક્યાંક વાયરસ નહિ લાગે ને એવી ઉપાધિ છે આ બધા માં જે લોકો રોજ નું કમાઈ ને રોજ ખાતા પરિવારો અને મધ્યમ વર્ગીય પરિવાર મુશ્કેલી માં છે ત્યારે કેટલીય એનજીઓ અને સેવાભાવી કાર્યકરો અનાજ કીટ , ભોજન ની મદદે આગળ આવ્યા છે તેઓ ની કામગીરી ખુબજ સરસ છે પરંતુ આપણે વાત કરવી છે થોડી અલગ સેવા ભાવના ધરાવતા સુરત ના હેલપિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ની કે આ સંસ્થા એક એવી સંસ્થા છે જરૂરિયાતમંદ લોકોને લોકડાઉંન પછીના ૨૧ દિવસ પૂરું પડે તેવી કિરાણાનો સામાન બાળકો માટે બિસ્કિટ સામાન આપીને માનવ સેવા એ જ પ્રભુ સેવા કરવામાં જોતરાઈ ગઈ છે અને અત્યાર સુધીમાં કેટલાય જરૂરિયાતમંદ ને મદદ પુરી પાડી છે પણ તેઓ એ પોતાના કામ ની પબ્લિસિટી કરવા લાભાર્થીઓને કરાતી મદદ નો એકપણ ફોટો પડ્યો નથી અને કોઈપણ લાભાર્થીના ફોટો પાડ્યા વગર 500 થી વધુ કીટનું વિતરણ કરી ચુક્યા છે.હજુપણ દાતા શ્રીના યોગદાનથી તેઓ માધ્યમ બની સેવાયજ્ઞ અવિરત ચાલુ રાખ્યો છે,અને મદદ પહોંચાડી રહયા છે.
હેલપિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ના સ્થાપક અને હાલના પ્રમુખ શ્રી સંજય ઇઝાવા તથા ટ્રસ્ટી શ્રી હિતેશ જાસોલીયા,સતીષ.વી.ભંડેરી, અને હીરેન પેથાણી પણ આ સમાજસેવામાં પોતાનો કિંમતી ફાળો આપીને લોકો સુધી મદદ પહોંચાડી રહ્યા છે ત્યારે આ સેવાયજ્ઞ માં જાહેર જનતા ને પણ અપીલ છે કે આપ પણ જોડાય શકો તો ચાલો આપણે પણ સંકલ્પ કરવી માનવ સેવા એજ પ્રભુ સેવા આપના નજીકમાં રહેતા ને આપ મદદરૂપ બનશો ભગવાને આપ્યું હોય તો આપશો આજે તેની મજબૂરી આપણી સંપત્તિ સમજીને સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.
