રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ગંભીર સ્થિતિએ પહોંચી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2 હજાર 276 નવા કોરોના કેસ નોંધાયા છે. ત્યારે, સુરતના મેયર પણ કોરોના સંક્રમિત થયા છે. મળતી માહિતી મુજબ સુરતના મેયર હેમાલી બોઘાવાલા કોરોના સંક્રમિત થયા છે.રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ગંભીર સ્થિતિએ પહોંચી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2 હજાર 276 નવા કોરોના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 1 હજાર 534 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. પરંતુ, સુરતમાં બે જ્યારે અમદાવાદ-ભરૂચ અને ભાવનગરમાં 1-1 દર્દીનું મોત થયું.રાજ્યમાં અમદાવાદ, સુરત અને વડોદરા કોરોનાનું એપી સેન્ટર બની રહ્યાં છે. સુરતમાં નવા 760 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં 612 કેસ, જ્યારે વડોદરામાં 326 કેસ નોંધાયા છે. તો રાજકોટમાં પણ રેકોર્ડબ્રેક 172 કેસ નોંધાયા છે. 5 દર્દીઓના મોત સાથે રાજ્યમાં કોરોનાથી મૃત્યુઆંક 4 હજાર 4484 પર પહોંચ્યો છે જ્યારે 157 દર્દીઓ વેન્ટીલેટર પર છે.
