સુરત મહાનગર પાલિકાના હેલ્થ સેન્ટરમા કોન્ટ્રાકટ ઉપર નોકરી કરતી પરિણીતાને પ્રેમજાળમાં ફસા તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર હોટલમાં બળાત્કાર (Rape in hotel) કર્યા બાદ તરછોડી બીજી છોકરી સાથે લગ્ન કરનાર પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે. પરિણીતાએ પ્રેમીના કહેવાથી તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા તેમજ તેના માસુમ પુત્રનો કબજો પણ તેના પતિને સોપ્યો હતો. પનાસ ગામ વિસ્તારમાં રહેતી અને પાલિકાના હેલ્થ સેન્ટરમાં કોન્ટ્રાક ઉપર નોકરી કરતી 26 વર્ષીય પરિણીતા ઘર કંકાસને કારણે પતિથી અલગ રહેતી હતી. સન 2019માં પરિણીતાનો મહારાષ્ટ્રમાં ગૌરવ અનીલ પાટીલ (રહે, સની પેલેસ ફળસી ખામગાવ મહારાષ્ટ્ર) સાથે મુલાકાત થઈ હતી.ગૌરવે પરિણીતાને તું મારા પતિ સાથે છૂટાછેડા લઈ લે હું તારી સાથે લગ્ન કરવા માગું છું. જાકે પરિણીતાએ પતિ સાથે છૂટાછેડા લેવાની ન પાડતા ગૌરવે તું તારા પતિ સાથે છૂટાછેડા નહી લે તો આપણા બંનેના લગ્ન થશે નહી.
પતિ સાથે છૂટાછેડા લઈ લે અને તારો છોકરો પણ તારા પતિને સોંપી દે પછી તું મારી સાથે લગ્ન કરીને મારા ઘરે આવીશ તો મારા પરિવારજનો તને સ્વીકારી લેશે હોવાનુ કહ્યું હતું અને અવાર નવાર પરિણીતાને મળવા માટે સુરત આવતા હતો તે વખતે અલગ અલગ ઓયો હોટલમાં પરિણીતાને મળવા માટે બોલાવી તેની મરજી વિરુધ્ધ શારીરીક સંબંધો બાંધતો હતો.ગૌરવના કહેવાથી આખરે પરિણીતાએ તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા અને છોકરો પણ પતિને સોંપી દીધો હતો. પરિણીતા સપ્ટેમ્બર 2020માં ગૌ૨વને મળવા માટે તેના ગામ ગઈ હતી. ત્યારે ગૌરવે પરિણીતાને તેના ગામથી 25 કિલો મીટર લઈ ગયો હતો. તારી સાથે લગ્ન કરવાનો નથી, મેં તો તારી સાથે શારિરીક સંબંધ બાંધવા માટે સંબંધ રાખ્યા હતા. તું અહીથી જતી રહે. મારે તારી સાથે લગ્ન કરવાના નથી મને તારાથી પણ સારી બીજી છોકરી મળી ગઈ છે. અને મને તે તારાથી પણ વધારે ગમે છે. હું તેની સાથે લગ્ન કરવાનો છું.ગૌરવની વાતથી પરિણીતાને આધાત લાગ્યો હતો. સુરત આવ્યા બાદ પરિણીતાએ ફોન કરતા તેનો નંબર બ્લેક લીસ્ટમાં મુકી દીઘો હતો. અને બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા હતા. ગૌરવ પાટીલે પરિણીતાને લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર મરજી વિરુધ્ધ શારિરીક સંબંધો બાંધી બીજી છોકરી મળી જતા લગ્ન કરવાની ના પાડી તરછોડી દીધી હતી. પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ ગૌરવ પાટીલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે ગઈકાલે ગૌરવ પાટીલની ધરપકડ કરી હતી.