સુરતમાંથી પ્રાણીઓના ચામડાની હેરાફેરી કરતા બે શખ્શ ઝડપાયા છે. ડાદરા રામનગર શિવકૃપા સોસાયટી પાસેથી ક્રાઇમબ્રાંચ અને વન વિભાગે બુધવારે હત્યા કરાયેલા જંગલી પશુઓના ચામડા સાથે બેને ની ધરપકડ કરી છે ભંગારનો વેપાર કરતો આરીફ ઉર્ફે આર્યન અને વસીમ શરીફ શેખની ધરપકડ કરી છે. વાઘ, હરણ અને દીપડાના ચામડાઓ સુરતમાં વેચવા વસીમે આરીફને વોટસએપ પર ફોટા મોકલ્યા હતા. આરીફે તે ફોટો વોટસએપ પર કિંમત સાથે મુકયા હતા. જેમાં ખાસ લોકોને વાત કરી હતી. જેના કારણે મામલો ક્રાઇમબ્રાંચ સુધી પહોંચ્યો હતો.
ક્રાઈમબ્રાંચે બંને આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી વાઘનું ચામડું કિંમત 25 લાખ, હરણનું ચામડું કિંમત 5 લાખ અને દીપડાનું ચામડું કિંમત 10 લાખ મળી 40 લાખનો મુદામાલ કબજે કર્યો કરી પોલીસે આ બંને ઈસમોની પૂછપરછ શરૂ કરી હતી. પકડાયેલા બંને આરોપીઓ પોલીસ સમક્ષ પોતે બંગાળનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ કેસમાં આગળની તપાસ વન વિભાગને સોપવામાં આવી છે.