સાયણમાં 15 વર્ષની અને ધોરણ 10માં ભણતી સોનાલી કવિરાજ પ્રધાન માસ પ્રમોશન બાદ સાયણમાં રહેતા મામાને ત્યાં આવી હતી. સાયણાનાં વાઈટમુન રેસિડન્સીમાં મામાને ત્યાં આવેલી સોનાલીના પિતા સુરતમાં લૂમ્સના કારખાનામાં નોકરી કરે છે. સોનાલી તેની માતા અને ભાઈ સાથે વતનમાં ઓરિસ્સા રહે છે. માસ પ્રમોશન બાદ તે સુરત ફરવા આવી હતી. જ્યાં સોનાલી મામીના ફોનથી મિત્ર સાથે ચેટીંગ કરતી હતી.આ અંગેની જાણ મામીને થઇ ગઇ હતી. જેથી તેણે આ વાત પિતાને કરીશ એવુ કહ્યું હતું. જેથી ડરી ગયેલી સોનાલીએ ઝેરી દવા પી લીધી હતી. જોકે, તેને તરત જ સારવાર માટે હૉસ્પિટલમાં લઇ જવામાં આવી હતી પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું.થોડા સમય પહેલા સુરતમાં વિધાર્થીનીના આપઘાત બાદ પીએમમાં તરૂણ યુવતી ગર્ભવતી હોવાનું સામે આવતા માતા-પિતા પણ ચોંકી ગયા હતા અને આ મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે. ગર્ભાશયમાંથી ગર્ભના લક્ષણો મળી આવ્યા હતા. જેથી સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમમાં કિશોરીના ગર્ભાશયમાંથી ગર્ભના લક્ષણો મળી આવ્યા છે. ગર્ભ પરીક્ષણ કરતા કિશોરીનો યુરિન ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ બાબતની જાણકારી પરિવારને આપતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી
