સુરત ગુજરાતના પ્રવાસનમાં ફરીથી પ્રાણ ફૂંકવા માટે હવે આગામી ટૂંક સમયમા આંતરરાજ્ય ફ્લાઇટ વધારવાનું આયોજન કરાઈ રહ્યું છે. જે ફ્લાઇટ શરૂ કરવાનો પ્રસ્તાવ છે તેમાં અમદાવાદ-રાજકોટ-ભૂજ અમદાવાદ, અમદાવાદ-સુરત અમદાવાદનો મુખ્યત્વે સમાવેશ થાય છે. હાલની સ્થિતિ પ્રમાણે બધું જ આયોજન મુજબ પાર પડ્યું તો બે મહિનામાં આ આંતરરાજ્ય ફ્લાઇટ શરૂ થઇ શકે છે. જોકે સુરત-ભાવનગર અને સુરત-અમદાવાદ ફલાઇટના ભાવ ને લઈ સુરતના સંજય જૈને જણાવ્યું હતું કે 9 સીટર ફલાઇટ કરતા ATR કક્ષાની એટલે કે 72 સીટરની ફલાઇટ શરૂ કરવામાં આવે તો ઓછા ભાવે વધુ મુસાફરો એનો લાભ લઇ શકે છે એ બાબતે સરકારે ચોક્કસ વિચારવું જોઈએ. સંજય જૈન એ જણાવ્યું હતું કે, તાજેતરમાં જાણવા મળ્યું છે કે ગુજરાતમાં કુલ પાંચ રૂટ પર આંતરરાજ્ય ફ્લાઇટ શરૂ કરવા માટેનો ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ-ભૂજ-રાજકોટ, અમદાવાદ, અમદાવાદ-કેશોદ- પોરબંદર-અમદાવાદ, સુરત-અમદાવાદ સુરત, સુરત-ભાવનગર-સુરત અને સુરત અમરેલી-સુરતનો સમાવેશ થાય છે. ‘ઉડાન’ યોજના હેઠળ આ પ્રસ્તાવિત ફ્લાઇટ શરૂ કરવા માટેની મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આગામી સમયમાં આ ફ્લાઇટ માટે બિડ મૂકવામાં આવે તેની પણ સંભાવના છે. આ ફ્લાઇટ સપ્તાહમાં 6 દિવસ માટે ઉડાન ભરશે અને એક દિવસ મેઇન્ટેનન્સ માટે આપવામાં આવશે. વધુમાં કહ્યું હતું કે, મારા ધ્યાન છે ત્યાં સુધી વિવિધ રૂટ પર આંતરરાજ્ય ફ્લાઇટ શરૂ કરવા માટે ડિસેમ્બરમાં સૌ પ્રથમ વિચારણા કરવામાં આવી હતી. પરંતુ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ રૂટને સાંકળતી ફ્લાઇટમાં રોડ તેમજ માળખાગત સવલત સુધારવાની કામગીરી ચાલી રહી હોવાથી એ વખતે તે પ્રક્રિયામાં બ્રેક લાગી હતી. આ પછી મે મહિનાના બીજા સપ્તાહથી આંતરરાજ્ય ફ્લાઇટ શરૂ કરવાની પ્રક્રિયાએ ફરી વેગ પકડડ્યો હતો. જે પણ ઓપરેટર આ રૂટ પર ફ્લાઇટ શરૂ કરવા માગે છે તેમની સાથે વાટાઘાટ ચાલી રહી છે. આ પૈકીના કેટલાક રૂટમાં ઓગસ્ટ માસ દરમિયાન જ ફ્લાઇટ શરૂ થઇ જાય તેની પૂરી સંભાવના પ્રવર્તી રહી છે.
