ભત્રીજાઓને ફેંકી દીધા બાદ કાકા વતન જવાનું કહીને ફરાર થયો.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા કાકાએ એક પછી એક બન્ને ભત્રીજાઓને ત્રીજા માળેથી ઝાડી-ઝાંખરામાં ફેંકી દીધા હતા આ ખબર થી શહેરમાં ખળભળાટ મચી ગયો છે. કાકાએ ભત્રીજાઓની હત્યાનો પ્રયાસ કર્યા બાદ નાગેન્દ્રએ તેના ભાઈને મળી ગામ જઇ રહ્યો છું કહીને ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે. એક કલાક બાદ ભાનમાં આવેલા એક ભાઈએ ઇજાગ્રસ્ત હાલતમાં ઘરે આવી તેના પિતાને કાકાની હેવાનિયતનો ભાંડો ફોડયો હતો .ત્યારબાદ બન્ને ભાઈને ઘાયલ હાલતમાં સિવિલ હોસ્પિટલ લાવતા તાત્કાલિક ઓપરેશન કરી બચાવી લેવાયા છે. પીડિતના પિતાએ કહ્યું હતું કે નશામાં ધૂત રહેતો નાગેન્દ્રએ બન્ને દીકરાને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે. ભત્રીજાઓની હત્યા પાછળ કાકાનું પ્રેમપ્રકરણ હોવાનું કહેવાય રહ્યું છે.
બે ભત્રીજાને ઝાડીઓમાં ફેંકી દીધા હતા
જયપ્રકાશ ગૌતમ (પીડિતના પિતા)એ કહ્યું હતું કે હું ખાતામાં હતો ત્યાં નાગેન્દ્ર આવ્યો અને કહે છે કે હું ગામ જવવું છું તેમ કહીને જતો રહ્યો ત્યારબાદ મને ખબર પડી હતી કે મારા બંને દીકરાને ત્રીજા માળેથી ઝાડીમાં ફેંકી દીધા છે આ ખબરથી મારા હોંશ ઊડી ગયા હતાં. હું તરત જ દોડીને ઘરે પહોચ્યો તો મુકુંદ (ઉં.વ. 14) એ તમામ હકીકત મને જણાવી.કે કાકા નાગેન્દ્રએ પહેલા આદિત્ય (ઉં.વ. 13)ને રૂમમાંથી લઈ ગયો હતો. અને થોડીવાર બાદ મને લઈ ગયો એને મને કમરમાંથી ઊંચકીને નીચે ફેંકી દીધો હતો. કાકાએ અમે બન્ને ભાઈઓને મારી નાખવાના ઇરાદે લગભગ 35-40 ફૂટ નીચે ફેંકી દીધા હોવાનું જણાવ્યું હતું.
આદિત્ય ધોરણ-4 અને મુકુંદ ધોરણ-5નો વિદ્યાર્થી છે. તેઓ યુપીના રહેવાસી છે.રોજગારી મેળવવવા તેઓ સુરત 7 વર્ષથી રહે છે.અને પરિવારની સાથે પોતાનું ગુજરાન ચલાવે છે.નાગેન્દ્ર નશાનો ખુબ બંધાણી છે. તે 6 વર્ષ પહેલાં રોજગારી માટે સુરત આવ્યો હતો. થોડા દિવસો પહેલાં મારી સાથે ગાળાગાળી થી જોરદાર ઝઘડો થયો હતો.ભાઈઓમાં તકરાર હોવાથી મારો બદલો લેવા મારા બન્ને દીકરાઓની હત્યા કરવાની કોશિશ કરીને નાગેન્દ્ર ફરાર થઇ ગયો છે. રાત્રે પાંડેસરા પોલીસે સિવિલમાં આવી તમામ નિવેદનો લીધાં છે. મારી અપીલ છે કે પોલીસ નાગેન્દ્રને શોધીને સજા આપે તો જ મારા બન્ને દીકરા સુરક્ષિત છે, નહિતર ફરી તે મારા દીકરાઓને મારી નાખવાની કોશિશ કરશે એવો ડર હોવાનું પિતા જયપ્રકાશે જણાવ્યું હતું.
પિતાનું ગળું દબાવવાનો પણ પ્રયાસ કરી ચુક્યો છે.
બે ભત્રીજાઓને મારવાના પ્રયાસ પાછળનું કારણ છોકરી સાથે પ્રેમ સંબંધ અને ભાઈઓની નારાજગી છે. નાગેન્દ્રએ તેના વતન યુપીમાં તેના પિતાનું ગળું દબાવવાનો પણ પ્રયાસ કર્યો હતો, એમ તેના ભાઈ જયપ્રકાશે જણાવ્યું હતું. જાન્યુઆરી 2021 માં નાગેન્દ્રએ એક યુવતીને ભગાડીને લાવ્યો હતો આ બાબતની સમાજમાં બદનામી થશે આ વાતનો ચારેય ભાઈઓએ વિરોધ કર્યો હતો અને યુવતીને છોડી આવવાનું કહેતાં ઝઘડા થયા હતા.
નાગેન્દ્ર યુવતીને લઈ તેના વતન યુપી જતો રહ્યો હતો. જ્યાં તેના પરિવારે સહકાર ન આપતા તેણે પિતાનું ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરી હતી.ત્યારબાદ તે સુરત ભાગી આવ્યો હતો.ભાઈઓમાં નારાજગી હોવાના કારણે રહેવા માટે એક ભાઈના ઘરેથી બીજા ભાઈના ઘરે ધક્કા ખાતો.પ્રેમિકાને છોડવાની ન હોવાથી ભાઈઓ સાથે વારંવાર ઝઘડો કરતો હતો. મારા ઘરે ચાર દિવસથી રોકાયેલો હતો .નાગેન્દ્ર ને એની પ્રેમિકાને તેના મામાને ત્યાં છોડી આવવાનો કહ્યું હતું .તેની નારાજગી સાથે તેણે મારા બન્ને માસૂમ દીકરાઓને મારી નાખવાની કોશિશ કરી છે, આવું બાળકોના પિતા જયપ્રકાશએ જણાવ્યું હતું.