સુરતના અમરોલી વિસ્તારની હરસિદ્ધિ સોસાયટીમાં સ્વામિનારાયણ મંદિરના મહંત જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી પર દેવી પ્રત્યે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ગુસ્સામાં હુમલો કરવામાં આવ્યો હતો. આ બાબતે માતાજીના ભક્તો ગુસ્સે થયા હતા.કાલે બપોરે જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી કેટલાક ઇસમો દ્વારા મંદિરમાં ગયા હતા અને અપમાનજનક ટિપ્પણી કરવાના નામે તેમને માર માર્યો હતો. જ્ઞાનપ્રકાશદાસજી સ્વામીએ માફી માગવા માટે ભક્તોએ કહ્યું હતું જૂનાગઢમાં ખૂબ જ પ્રખ્યાત નાગબાઈ માતાજીની સરખામણી એક અપ્સરા અને એક સુંદર સ્ત્રી સાથે કરવામાં આવી હતી, પરંતુ તેમના પર ભક્તોએ હુમલો કર્યો હતો.
જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી હરિવલ્લભ સ્વામીના શિષ્ય છે, જે વડતાલ ગાડીના રાકેશ પ્રસાદ સ્વામીના શિષ્ય છે. તેમના પર જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી દ્વારા કેટલીક અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. હિન્દુ શાસ્ત્રોમાં તેને દેવી તરીકે પૂજવામાં આવે છે. તેનું યોગ્ય વર્ણન કરવા બદલ ભક્તોમાં રોષ હતો. ભક્તો દ્વારા સ્વામીને માર મારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ છે. હવે જાણવા મળ્યું છે નાગબાઈ માથામાં શ્રદ્ધા ધરાવનાર યુવકો દ્વારા જ જ્ઞાન સ્વામીને માર મારવામાં આવ્યો હોવાનો અત્યારે પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે કે કેમ તે જોવાનું રહ્યું.
જ્ઞાનપ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યું કે મારા દ્વારા થયેલી ટીપ્પણીને લઇને તરત જ માફી માંગવામાં આવી હતી.મેં જે દેવીનું વર્ણન કર્યું હતું તેની માહિતી મારી પાસે ખોટી આવી હતી અને તેથી મને ખબર પડતા મેં તરત જ માફી માંગી હતી. કેટલાક ઈસમોના કોલ પણ મારી પાસે આવ્યા.અમે તેને ઓળખતા નથી, તેઓ મંદિરમાં આવ્યા અને સંતોષ સાથેમારામારી કરી હતી. અમે ફરિયાદ કરવા માટે અમરોલી પોલીસ સ્ટેશન પહોંચ્યા પરંતુ ચારણ સમાજના કેટલાક આગેવાનોએ સંતોની માફી માંગી પછી અમે તેને ટાળી દીધી. વડતાલ મંદિરના પ્રમુખ અને ચારણ સમાજના આગેવાનો વચ્ચે વાતચીત થઈ હતી. હાલ પૂરતું અમે જે લોકોએ મારામારી કરી છે. તેમની સામે કાર્યવાહી કરવી કે કેમ તે અંગે વિચારી રહ્યા છે.