SMC ની આગામી સામાન્ય સભામાં રજૂ કરવામાં આવનાર બજેટમાં પ્રોફેશનલ ટેલને દુર કરવા પાલિકામાં વિરોધ પક્ષમાં બેઠેલા આમ આદમી પક્ષ દ્વારા મેયરને રજૂઆત કરવામાં આવી છે. પ્રોફેશન ટેક્સ 50 ટકા ઘટાડવાની માગ કરતાં વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ કહ્યું કે, પાણીના મીટરના બીલ લોકોએ ભરવા નહી. જો એમ કરતાં નળ જોડાણ કાપી નાખવામાં આવે તો આપના નગર સેવકો દ્વારા નળ જોડાણ કરી આપવામાં આવશે. સાથે જ ટેક્સટાઈલ અને હીરાના વ્યવસાય વેરામાં 50 ટકાનો ઘટાડો કરવામાં નહી આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ વધુમાં જણાવ્યું હતું. માર્ચ 2020થી કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે સમગ્ર શહેરમાં ઉધોગ ધંધાઓ ફરજીયાત બંધ રાખવાની ફરજ પડેલ હતી તથા ત્યારબાદથી આજદિન સુધી વિવિધ પ્રબંધો અને નિયમોના કારણે મોટા ભાગના ઉદ્યોગ ધંધાઓ કાયમી ધોરણે બંધ કરવાની ઘણા નાના મોટા વેપારીઓને ફરજ પડી છે.બીજી તરફ રાજય સરકાર અને પાલિકા દ્વારા સ્કિમ હેઠળના પાણીના મસમોટા બિલો, વેરા બિલો અને પ્રોફેશનલ ટેક્સની અન્યાયી ઉઘરાણી ચાલુ કરી દેવામાં આવી છે. જે સરકાર પ્રજાને દાઝયા પર ડામ દેવાની અમાનુષી નીતિનો આમ આદમી પાર્ટી સખત વિરોધ કરે છે.એટલે વેરા ઘટે તેવા માગ કરાઈ છે.
