લગ્નની સિઝન સાથે રાજ્યનું GST વિભાગ હરકતમાં આવ્યું છે અને પાર્ટી પ્લોટ્સ અને કેટરર્સને ત્યાં GSTના દરોડા પડ્યા છે. ત્યારે કેટરર્સ, પાર્ટી પ્લોટના માલિકો અને મંડપ ડેકોરેટર્સ મળીને 37 જગ્યા પર દરોડા પાડીને રૂા. 22 કરોડની જીએસટીની ચોરી પકડી પાડી છે.
કેટરર્સ પાસેથી 5 ટકાના દરે, મંડપ ડેકોરેટર્સ અને પાર્ટી પ્લોટના ભાડા પર 18 ટકાના દરે સર્વિસ ટેક્સ વસૂલવામાં આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં આ ચાર્જમાંથી મોટાભાગની રકમ રોકડમાં લેવામાં આવતી હોવાનું દરોડા દરમિયાન જાણવા મળ્યું હતું.
ગુજરાત રાજ્યના જીએસટી અિધકારીઓ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં બહાર આવ્યું છે કે પાર્ટી પ્લોટના માલિકો, મંડપ ડેકોરેટર્સ અને કેટરર્સ બિલ આપ્યા વિના જ રોકડેથી તમામ વહેવારો પતાવી દેતા હતા. જેમાં ચેકથી બહુ જ ઓછી રકમના વહેવારો કરવામાં આવતા હતા. તેની સામે રોકડેથી આપવામાં આવતી રકમ ઘણી મોટી હોવાનું અિધકારીઓએ દરોડા દરમિયાન કરેલી તપાસમાં બહાર આવ્યું છે.
તો બીજી બાજુ રોકડેથી ચૂકવવામાં આવતી રકમ ચોપડે દર્શાવવામાં જ ન આવતી હોવાનું પણ દરોડા દરમિયાન બહાર આવ્યું છે. 18મી ફેબુ્રઆરીએ સવારથી ચાલુ કરવામાં આવેલા દરોડામાં મોટા પ્રમાણમાં કોમ્પ્યુટર્સ ડેટા જપ્ત કરવામાં આવ્યા છે. અંદાજે રૂા. 22 કરોડની કરચોરી કરવામાં આવી હોવાનું બહાર આવી ગયું છે.