સુરતના અઠવા વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી એક વ્યક્તિએ આપઘાત કર્યો. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રાસી જઈને રજનીકાંત ટોકલીવાળા શખ્સે ઝેરી દવા પીને જીવન ટુંકાવી દીઘું. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. તે ત્રણ દિવસથી આઈસીયુ વોર્ડમાં સારવાર હેઠળ હતો. તે નાનપુરમાં રહેતો હતો.
પરિવારના જણાવ્યા પ્રમાણે રજનીકાંતે સુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં હિમેલ કહાર નામના શખ્સનો ઉલ્લેખ કર્યો છે. રજનીકાંતે હિમેલ પાસેથી 70 હજાર વ્યાજપેટે લીધા હતા. જેના અવેજમાં વ્યાજખોરો બેથી ત્રણ લાખ વસૂલવા દબાણ કરીને માનસિક ત્રાસ આપતા હતા. પોલીસે સુસાઈડ નોટના આધારે તપાસ હાથ ધરી છે.