સુરતમાં સિંચાઇનાં પાણી મુદ્દે 8 જાન્યુઆરીનાં આજનાં રોજ ખેડૂતોની જળયાત્રા યોજાશે. ગુજરાત ખેડૂત સમાજ દ્વારા આ પગપાળા જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને જહાંગીરપુરા જીન ખાતે ખેડૂતો એકત્ર થયાં. ખેડૂતોની આ જળયાત્રા કેબલ સ્ટ્રેટ બ્રીજ જશે અને તે બ્રીજથી પગપાળા યાત્રા શરૂ થશે.
જળયાત્રા બ્રીજથી શરૂ થઇને સિંચાઇ વિભાગની ઓફિસ ખાતે તેનું સમાપન કરવામાં આવશે. ત્યારે મહત્વનું છે કે આ જળયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે. સિંચાઇ વિભાગનાં વિવાદિત પરિપત્ર તેમજ પાણી રોટેશનની માંગ સાથે આ જળયાત્રા નીકાળવામાં આવશે. આ યાત્રામાં અંદાજે 10 હજારથી પણ વધુ ખેડૂતો જોડાશે. ઉલ્લેખનીય છે કે સિંચાઇ વિભાગે ડાંગરની ખેતી નહીં કરવા અંગે મનાઇ કરી હતી.