તાજેતરમાં સુરતમાંથી એક કિશોરીનું અપહરણ કરી તેને વેચી દેવોનો કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છ.ત્યારે આ ઘટના બાદ પોલીસે આરોપીઓની અમદાવાદમાંથી ધરપકડ કરી તેઓને સુરત ખાતે લાવી હતી.
આ બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, તાજેતરમાં સુરત પોલીસને એક માહિતી મળી હતી જેમાં એક 15 વર્ષની કિશોરી ગુમ થતા તે દિશામાં તપાસનો દોર ધમધમાટ કર્યો હતો. આ બનાવની તપાસ બાદ પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદ ખાતે આવેલ સેજપુર બોધમાં એક કિશોરીનું અપહરણ કરી તેને અહિંયા ગોધી રાખવામાં આવી છે જેથી પોલીસે તાત્કાલિક અમદાવાદ આરોપીના ઘરે રેડ કરી હતી અને તે રેડ દરમિયાન એક યુવતી મળી આવી હતી. આ આરોપીની વધુ પુછ પરછ કરતા તેણે જણાવ્યુ હતું કે તે આ કિશોરીને 6 મહિના પહેલા કલોલ ખાતેથી એક આધેડ મહિલા પાસેથી 70 હજાર રુપિયામાં ખરીદી હતી. તેના નિવેદન બાદ પોલીસે મહિલાની શોધ ખોળ હાથ ધરી હતી.
આજરોજ સચિન પોલીસે અમદાવાદથી પિતા-પુત્રને ઊંચકી લાવીને પૂછપરછ કરી છે. પોલીસે અમદાવાદના સૈજપુર-બોધા વિસ્તારમાં રહેતા 28 વર્ષીય હરીશ ઈશ્વર સોલંકીની ધરપકડ કરી ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર છે. હરીશ સોલંકીએ કિશોરી સાથે દુષ્કર્મ પણ આચર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સચિન પોલીસે કિશોરીનું મેડિકલ પરિક્ષણ કરાવી અપહરણના ગુનામાં બળાત્કાર, પોક્સો એકટ તેમજ માનવ તસ્કરી સહિતની કલમો ઉમેરો કર્યો હતો. કડિયાકામ કરતા ઈશ્વરે કલોલની વૃદ્વા પાસેથી 70 હજારમાં કિશોરીને ખરીદી હતી. પોલીસ સમક્ષ તરૂણીએ જણાવ્યું કે એક વૃદ્વા મને કામકાજની લાલચ આપી લઈ ગઈ હતી અને અમદાવાદમાં વેચી મારી હતી.
રવિવારે પોલીસ અમદાવાદ ખાતે જ્યાથી વૃદ્વાએ તરૂણીને વેચી હતી તે જગ્યાએ પહોંચીને વૃદ્ધા સહિત બે જણાને ઊંચકી લાવી હોવાનું જાણવા મળેલ છે. જ્યારે આ કેસમાં હરીશના પિતા જેણે અમદાવાદ કલોલની વૃદ્વા પાસેથી લગ્ન કરવા માટે 70 હજારમાં કિશોરીને વેચાણથી લીધી હતી. તેને લઈને પણ પોલીસે હરીશના પિતાની પૂછપરછ શરૂ કરી છે. હરીશના પિતા ઈશ્વરની સામે પણ પોલીસ ધરપકડની કાર્યવાહી કરે તેવી શકયતા છે.