સુરત પોલીસ કમિશનર સતીશ શર્મા દ્વારા નવા વર્ષનાં અંતિમ દિવસે એટલે કે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીમાં કેટલાક આદેશ જારી કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનર સતીશ શર્માએ સુરતીઓને કેટલીક બાબતોથી દુર રહેવા માટે અપીલ કરી છે તો સાથો સાથ થર્ટી ફર્સ્ટ માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત અને હેલ્પ સેન્ટરો પણ ઉભા કર્યા છે અને પોલીસને તૈનાત કરી દેવામાં આવી છે.
પોલીસ કમિશનર સતીશ શર્માએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. ખાસ કરીને ડૂમસ રોડ પર સુરતીઓ મોટી સંખ્યામાં લોકો આવે છે અને ટ્રાફીક શાખાના કોન્સટેબલો સહિતનો પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. ચાર નાગરિક સહાયતા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. પીપલોદ, ગોવર્ધનની હવેલી, એસકે નગર ચોકડી અને લંગર ચાર રસ્તા પર નાગરિક સહાયતા કેન્દ્રો ઉભા કરવામાં આવશે. કોઈ પણ સમયસ્યાને પહોંચી વળવા માટે ડીસીબી, એસઓજી અને પોલીસની ફાળવણી કરવામાં આવી છે.
નવા વર્ષની ઉજવણીમાં આટલું નહીં કરતા…
તેમણે કહ્યું કે દારુનું સેવન નહીં કરે તે માટે અપીલ કરવામાં આવે છે. જો દારુ પીતા પકડાયા તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સ્ત્રીઓ અને યુવતીઓની છેડતીના કિસ્સાને રોકવા માટે સ્પેશિયલ વુમન પોલીસ ખડેપગે રહેશે. દારુ પીને કાર ચલાવતા પકડાશે તો તેમની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.
ગોઠવાયેલો પોલીસ બંદોબસ્ત…
તેમણે કહ્યું કે આ પ્રસંગે યુવાનો પૂરપાટ બાઈક ચલાવતા હોય છે તેમને રોકવા માટે રસ્તા પર સઘન પોલીસ પેટ્રોલીંગ ગોઠવી દેવામાં આવશે. જે કોઈ પણ પ્રકારની પાર્ટી પ્લોટમાં ન્યૂ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હોય આવા પ્રોગ્રામમાં કોઈ પણ પ્રકારના નશીલા પદાર્થોનું સેવન કરવામાં ન આવે તે જોવાની જવાબદારી આયોજકોની છે. જો એમ કરતા પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. નવું વર્ષ હર્ષોઉલ્લાસનું છે અને તેને સારી રીતે ઉજવવા માટે પ્રયાસો કરવા જોઈએ.