સુરતમાં આજે જાણે નવા વર્ષની ઉજવણી થઈ રહી હોય એમ ઓઈસ્ટર હોટલમાં 21 હાઈપ્રોફાઈલ મહીલાઓ શરાબની મહેફીલ માણી રહી હતી. પોલીસે અચાનક રેડ પાડતા આ તમામ મહીલાઓનો પર્દાફાશ થઈ ગયો હતો. પોલીસે આ તમામ મહિલાઓની ધરપકડ કરી હતી અને તેમને તબીબી પરીક્ષણ માટે મોકલી હતી.
સુરતની હાઈપ્રોફાઈલ ગણાતી એવી મોંધી મહિલાઓએ આજે આવું હલકુ કૃત્ય કરીને શહેરનું નામ બદનામ કર્યું છે. આ મહીલાઓ જાણ કોઈ લગ્નમાં આવી હોય એ રીતે હેવી લાઉન અને વન પીસ પહેરીને મહેફીલ માણી રહી હતી. રેડ પડતાની સાથે જ આ તમામ મહીલાઓના પતીઓ તેમને લેવા માટે પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.
માનવામાં આવી રહ્યું છે કે આ તમામ મહિલાઓ સુરતના પ્રખ્યાત બિઝનેસમેનની પત્નીઓ છે અથવા તો પોતે બિઝનેસ વુમન છે. હવે પોલીસ તપાસ બાદ જ તેમના નામ અને અને કામ વિશે વધુ માહિતી મેળવી શકાશે.