રાજ્યના વિવિધ શહેરોમાં જીવલેણ વાયરસના સંક્રમણમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ સુરતમાં કોરોના કેસ વકરી રહ્યો છે. ત્યારે સુરતમાં 37 જેટલા શાળા-કોલેજોમાં બે હજાર જેટલા વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે. જેમાં 37 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે…તો માસ્ક નહી પહેરનારા 200થી વધુ લોકો પાસેથી બે લાખ 22 હજારનો દંડ વસુલાયો છે.સુરત સિટીમાં કોરોનાએ ફરી ગંભીર સ્વરૃપ ધારણ કરતા કેસમાં વધારો થઇ રહ્યો છે. સોમવારે નાનપુરાના 86 વર્ષીય વૃદ્ધનાં મોત સાથે સિટીમાં આજે નવા 240 અને ગ્રામ્યમાં 22 મળી કુલ 262 દર્દી નોંધાયા છે. સિટીમાં વધુ 123 અને ગ્રામ્યમાં 23 મળી 146 દર્દીઓને રજા મળી છે.આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ નાનપુરાખાતે રહેતા 86 વર્ષીય વૃધ્ધને કોરોના ચિહ્ન દેખાતા ગત તા.9મીએ ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો હતો.જયાં સારવાર દરમિયાન તે મોતને ભેટયા હતા. સિટીમાં નવા 240 કેસ પૈકી સૌથી વધુ અઠવામાં 65,રાંદેરમાં 51,સેન્ટ્રલ અને કતારગામમાં 21-21 તથા ઉધના અને વરાછા એેમાં 19-19 કેસ છે. સીટીમાં 8 વિદ્યાર્થી, ટેક્સટાઇલ-સાડી-જરી-માર્કેટીંગ-કન્ટ્રકશન-કાપડ વ્યવસાયી સહિત 12 વ્યવયાસી, બમરોલીમાં લુમ્સ ફેકટરી,સચીનના કાપડ ફેકટરીધારક, ડિસ્ટ્રીક્ટ કોર્ટના જજ, શિક્ષક,પી.ટી સાયન્સના પ્રોફેસર તથા ઉધનામાં કાપડનાં દુકાનદાર કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
