૩૧ ડિસેમ્બર, ૨૦૧૮ ના રોજ ચાલુ વર્ષની વિદાય તથા નવા વર્ષની ઉજવણીનો તહેવાર થર્ટી ફર્સ્ટની ઉજવણીને અનુલક્ષીને અઠવાગેટ થી ડુમસ લંગર સુધીના રોડ ઉ૫ર મોટી સંખ્યામાં જાહેર જનતા પોતાના ૫રિવારો સાથે રોડ ઉ૫ર વાહનોમાં ફરવા નીકળવાના હોઈ ટ્રાફિક નિયમન માટે પોલિસ કમિશનર સતીષ શર્માએ એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ તા.૩૧/૧ર/૨૦૧૮ ના રોજ સાંજે ૬.૦૦ થી તા.૧/૧/ર૦૧૯ ના વહેલી સવારના ૦૩-૦૦ વાગ્યા સુધી વાહનો અઠવાગેટથી ડુમસ તરફ જઇ શકાશે. પરંતુ ડુમસથી પરત અઠવાગેટ તરફ આવતા વાહનો વાયા જંકશન
મુખ્ય માર્ગને અડીને આવેલા તમામ ગલી-નાકામાંથી મુખ્ય માર્ગ ઉપર પ્રવેશ કે પાર્કીંગ કરી શકાશે નહીં. ડુમસ તરફથી આવતા વાહનો વાયા જંકશન થી ઉધના-મગદલ્લા રોડ તરફ જઇ શકશે. તેમજ એસ.કે.નગર ચાર રસ્તા થી એલ. એન્ડ ટી હાઉસીંગ થઇ વી.આઇ.પી. રોડ તરફથી શહેરમાં પ્રવેશી શકશે.
એસ.વી.એન.આઇ.ટી સર્કલ થી મગદલ્લાઉ ટી પોઇન્ટ. સુધીના માર્ગ ઉપર વાહનો પાર્ક કરી શકાશે નહી તથા યુ ટર્ન લઇ શકાશે નહીં. તેમજ જોલી પાર્ટી પ્લોટથી રાહુલરાજ મોલ તરફ, એસ.ડી.જૈન સ્કુ લ થી બીગબજાર તરફ અને સારૂનગર થી કારગીલ ચોક તરફ વાહનો સાથે જઇ શકાશે નહી. એસ.કે.નગર ચાર રસ્તાથી કુવાડા ત્રણ રસ્તા થી ડુમસ લંગર સુધી જઇ શકાશે પરંતુ એ જ રસ્તેથી લંગરથી કુવાડા ત્રણ રસ્તા આવી શકાશે નહિ તેમજ ડુમસ લંગરથી મોટીબજાર થી કુવાડા ત્રણ રસ્તાથી પરત આવી શકાશે. ડુમસ લંગરથી ચોપાટી સુધીના વિસ્તારમાં કોઇપણ પ્રકારના વાહનો પ્રવેશ અને પાર્કીંગ કરી શકાશે નહિ. તમામ પ્રકારના ભારે તેમજ મધ્યમ કક્ષાના વાહનો અઠવાગેટ થી પાર્લે પોઇન્ટ, એસ.કે.નગર ચાર રસ્તા થી ડુમસ લંગર સુધીના રોડ ઉપર પ્રવેશ તથા પાર્કીંગ કરવા ઉપર પ્રતિબંધ રહેશે.
વિકલ્પ તરીકે આ છે રસ્તાઓ
વાહન પાર્કિગ માટે વૈકલ્પિક વ્યથવસ્થા કરવામા આવી છે.
(૧) એસ.વી.એન.આઇ.ટી કોલેજ કેમ્પાસ એસ.બી.આઇ અને પોસ્ટજ ઓફીસની પાછળના ભાગે વાહનો પાર્ક કરી શકાશે.
(૨) કારગીલચોક શારદાયતન સ્કુ લની પાછળ પ્રગતી મેદાનમાં વાહનો પાર્ક કરી શકાશે.
(૩) SMC પાર્ટી પ્લોસટ (ઉમરા પો.સ્ટે.ની બાજુમાં) વાહનો પાર્ક કરી શકાશે.
(૪) ભારે તેમજ મધ્યમ કક્ષાના વાહનો ભારે વાહન પ્રતિબંધના જાહેરનામાની મુક્તિ સમય દરમ્યાન અઠવાગેટથી મજુરાગેટ થઇ ભટાર ચાર રસ્તાથી ખજોદ ચોકડી થઇ નેશનલ હાઇવે -૬ થી સચીન તરફ અને હજીરા તરફ જઇ શકશે. ફરજના ભાગરૂપે સરકારી આવશ્યક સેવાના વાહનો પોલીસ એમ્બ્યુલન્સ તથા ફાયર બિગ્રેડના વાહનોને પ્રતિબંધમાંથી મુકિત આ૫વામાં આવી છે. નિયમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે