સુરત : સુરત સ્માર્ટ સીટી બનવા જઈ રહ્યું છે અને સ્માર્ટ સીટી સુરતમાં તસ્કરો પણ હવે હાઈટેક બન્યા છે વરાછા ખાતે આવેલી એક ટોબેકોની દુકાનમાં ફોરવ્હીલ કારમાં આવેલા ત્રણ તસ્કરો ૯૩ હજારની મત્તા પર હાથફેરો કરી ફરાર થઇ ગયા હતા બનાવ સંદર્ભે દુકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી તેઓની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા સીસીટીવી ફૂટેજને જુઓ.. ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે દુકાનનું શટર તોડી બે ઈસમો દુકાનમાં પ્રવેશ કરે છે જ્યારે એક ઇસમ દુકાનની બહાર પાર્ક કરેલી ફોરવ્હીલ પાસે ઉભો રહે છે બાદમાં દુકાનમાં પ્રવેશેલા બંને ઈસમો દુકાનમાં આપે છે ચોરીની ઘટનાને અંજામ આ ઘટના છે સુરતના વરાછા વિસ્તારમાં આવેલી માતાવાડી વિસ્તારની.. કે જ્યાં ભારત ટોબેકો નામની દુકાનમાં તસ્કરોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો અને દુકાન માંથી રોકડા રૂપિયા ૪ હજાર સીસીટીવી કેમેરા મળી કુલ ૯૩ હજારની મત્તા પર હાથફેરો કરી ફોરવ્હીલ કારમાં ફરાર થઇ જાય છે બીજા દિવસે બનાવની જાણ દુકાન માલિક ચંદ્રેશભાઇ લાલજીભાઇ ઘોણીયાને થતા તેઓએ તાત્કાલિક વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
દુકાન માલિકની ફરિયાદના આધારે વરાછા પોલીસે અજણ્યા તસ્કરો વિરુદ્ધ ઘરફોડ ચોરીનો ગુનો નોંધ્યો છે અને સીસીટીવી ફૂટેજ કબજે કરી આરોપીઓનું પગેરું મેળવવાના ચક્રોગતિમાન કર્યા છે