ઉધના વિસ્તારમાં આવેલા રોડ નંબર 2 પર આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું. માન દરવાજા,ડીંડોલી સહિતના ફાયર સ્ટેશનોની ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી જતા ગણતરીની મિનિટોમાં આગ કાબુમાં આવી ગઈ હતી. પરંતુ આ ભીષણ આગમાં ભંગારનું આખું ગોડાઉન બળીને ખાખ થઈ ગયું હતું
ફાયર વિભાગે જણાવ્યું હતું કે, પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગેલી આગના પગલે આગ વધુ ઉગ્ર બની હતી. જેને પગલે 8 જેટલી ફાયરની ગાડીની મદદ લેવી પડી હતી. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા નોંધાય ન હતી.