સુરતમાં ઉધના રેલવે ટ્રેક નજીકથી જમીનમાં દાટેલી હાલતમાં યુવકની લાશ મળી આવી. મૃતક યુવક ડીંડોલીનો રહેવાસી છે. 22 માર્ચથી મૃતક અજય મોરે ડીંડોલીમાં આવેલા તેના ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યો નહોતો. ડીંડોલી પોલીસ મથકમાં યુવકના ગુમ થયા અંગેની મિસિંગ રિપોર્ટ પણ નોંધાઈ હતી. આ યુવકની અજાણ્યા શખ્સોએ હત્યા કરી લાશને જમીનમાં દાટી દેવાયો હતો. આ હત્યા પ્રેમ સંબંધમાં કરાઈ છે જે દિવસે યુવક ગુમ થયો તે પહેલાના સીસીટીવી પણ પોલીસના હાથે લાગ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે યુવકની હત્યા કર્યાં બાદ લાશને સળગાવવાનો પ્રયત્ન કરાયો હતો અને બાદમાં જમીનમાં દાટી દેવાઈ હતી.
