સુરતના યુવા વેપારીનો વીડિયો સોશિયલ મીડિયામા બહુ જ વાયરલ થયો છે. પ્રેમિકા સાથે વેપારી અમેરિકા ફરવા ગયો તો પત્ની અને સગાસંબંધીઓએ હોટલમાં હલ્લાબોલ કરી દેતાં ભારે બબાલ થઈ હતી. વેપારી અને તેની પ્રેમિકાને કઢંગી અને જાહેરમાં અશ્લીલ હરકતો કરતા પકડી પાડવામાં આવ્યા હતા. ચર્ચાસ્પદ કિસ્સામા વેપારીની ઓળખ થઈ રહી નથી અને વેપારી તથા પ્રેમિકાના નામ અંગે મીડિયાવાળા તપાસ કરી રહ્યા છે. એવું કહેવાય છે કે પત્નીએ જ પતિનો ભાંડો ફોડીને વીડિયો વાયરલ કરી દીધો છે.
વીડિયોમાં જોવા મળે છે કે વેપારી અને તેની પ્રેમિકા હોટલમાં બેઠા છે. કીસ કરવાનો સિલસિલો ચાલી રહ્યો છે. વીડિયો ઉતરી રહ્યો હોવાની જાણ થયા બાદ પણ વેપારી અને તેની પ્રેમિકા પોતાની હરકતો ચાલુ જ રાખે છે. બન્નેને કોઈની કશી પરવા ન હોય એ રીતે હોટલમાં બેસીને લવ બર્ડસ લવ ફન્ડા કરતા જોવાય છે.
થોડાક સમય બાદ વેપારીની પત્ની અને સગાઓ હોટલમાં હલ્લાબોલ કરી નાંખે છે અને બન્નેને આડેહાથે લે છે. ગાળાગાળી અને મારામારી સુધી મામલો પહોંચી જાય છે. વેપારીની પ્રેમિકા પોતાનો બચાવ કરતો દેખાય છે. જ્યારે સગાઓ આક્ષેપ કરે છે કે વેપારીએ પ્રેમિકાના પિતાને રૂપિયા આપેલા છે અને ત્યાર બાદ અન્ય પ્રકારના ગંભીર આક્ષેપોનો મારો પણ ચાલે છે. વેપારીની પ્રેમિકાનો મોબાઈલ ફોન પર ઝૂંટવી લેવામાં આવે છે.
અમેરિકામાં બનેલી આખીય ઘટનાને રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવામાં આવી છે. મીડિયા અને અન્ય લોકો તપાસ કરી રહ્યા છે કે આખરે પ્રેમિકા સાથે અમેરિકામા ઝડપાયેલા વેપારી છે કોણ…