કતારગામમાં કબ્રસ્તાન પાસેથી 38 વર્ષીય આઘેડની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. જેની પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં આર્થિક સંકડામણ અને સંતાન પ્રાપ્તિ નહિ થવાથી ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હાલ તો પોલીસ દ્વારા સુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કતારગામ વિસ્તારમાં આવેલ કબ્રસ્તાન વિસ્તારમાં એક શખ્શે ઝેરી દવા પી લીધી હતી. મૃતદેહ પડ્યો હોવાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. જેમાં યુવક પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી.