તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પોખરણ પાસે ST બસ, જીપ અને ટ્રક વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાયો છે. જેમાં 10 લોકોના મોત થયા છે અને 27થી વધુ લોકોને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તનો સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.
તાપીના નેશનલ હાઇવે નંબર 56 ઉપર ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. સોનગઢના પોખરણ નજીક એસટી બસ, ટ્રક અને જીપ વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો જેમાં 10 લોકોના મોત થયા હતા જ્યારે 27થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા.
કુશલગઠથી ઉકાઈ જતી એસટી નિગમની બસને ટેન્કર ચાલકે રોગ સાઈડે આવીને અડફેટે લીધી હતી. આ દરમિયાન પાછળથી પુરપાટ આવતી ક્રુઝર ગાડીના ચાલકે કાબુ ગુમાવતા બસની પાછળ ટકરાઈ ગઈ હતી. ટ્રિપલ એક્સિડન્ટમાં ઘટના સ્થળે લગભગ દસ વ્યક્તિઓના મોત નીપજ્યાનું કહેવાઈ રહ્યું છે. ઇજાગ્રસ્ત તમામ લોકોને સોનગઢ અને વ્યારાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક્સિડન્ટ મુદ્દે વ્યારા અને સોનગઢ પોલિસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને કારણે હાઇવે પર ભારે ટ્રાફિક જામ થઇ ગયો હતો.