રાજયમાં દિવસે દિવસે લૂંટ અને બળાત્કારના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે ફરી એક લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના વીઆઈપી વેસુ રોડ પર એક કપલના માથે બંદુક રાખી આરોપીઓએ લૂંટ કરી હતી.આ બનાવને લઈ પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગઈ છે. આ આરોપીઓને શોધવા માટે પોલીસે સીસીટીવી ફુટેજ લઈ આગળની તપાસ હાથ ધરી છે.
સુરતના વેસુ વીઆઈપી રોડ પર હિન્દીભાષી લૂંટારુઓએ કારની અંદર બેઠેલા યુગલની બંધક બનાવી બંદૂકની અણીએ એટીએમ કાર્ડ તેમજ યુગલ પાસેથી આઠ હજાર રૂપિયા પણ પડાવ્યા હતા, ત્યારે બીજા લૂંટારુએ ATM માંથી દસ હજાર રૂપિયા કાઢી ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
યુગલે પ્રતિકાર કરતા લૂંટારુઓએ ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે બંદૂક નીચે પડી જતા લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના અંગે યુગલે ખટોદરા પોલીસને બંદૂક સોંપી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી હતી.