ભટાર વિસ્તારમાં રહેતી મહિલા ડોક્ટરે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી. મૃતકના ગળાના ભાગે ઈજાના નીશાન અને પીએમમાં ઝેરી ઝોળીઓ ખાધી હોવાનું બહાર આવતાં સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવ્યાં છે. પારિવારિક ઝઘડામાં થયેલી આત્મહત્યા બાદ મૃતકના ભાઈએ હત્યા કે આત્મહત્યા અંગે યોગ્ય તપાસની માંગ કરી હતી.
ભટાર વિસ્તારમાં આવેલી વસંત વિહાર સોસાયટી ગેટ 1માં રહેતી પ્રિયા આનંદ રમેશ ગાંધી (ઉ.વ.આ.33)ના લગ્ન ચાર વર્ષ અગાઉ થયા હતાં. લગ્ન જીવન દરમિયાન એક પુત્ર પણ છે. પરંતુ પતિ પત્નીના પારિવારિક ઝઘડાના કારણે પ્રિયાએ 10મીએ બપોરે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પાંચ વાગ્યે પોલીસને જાણ કરાયા બાદ તપાસ કરતાં 7 વાગી ગયેલા જેથી આજે મંગળવારે પીએમ કરવામાં આવ્યું હતું.
હોસ્પિટલમાં પીએમ કરનાર તબીબે જણાવ્યું હતું કે, ફાંસાની સાથે મૃતકે ફાંસો સાથે એલ્યુમિનિયમ ફોસફાઇડ નામની ઝેરી ગોળીઓ ખાધી હોવાનું પણ બહાર આવ્યું છે. જેથી સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યાં છે. જે રિપોર્ટ આવ્યા બાદ જ ઝેરની માત્રા અને મૃત્યું ફાંસાના કારણે કે ઝેરી દવાના કારણે તે સ્પષ્ટ થઈ શકશે. ગળા પર શંકાસ્પદ રીતે ઈજાના નીશાન મળ્યાંનું પણ તેમણે જણાવ્યું હતું.
મૃતકનો પતિ આનંદ ઈજનેરીનો અભ્યાસ બાદને માર્કેટિંગનું કામ કરે છે. બન્ને વચ્ચે પારિવારિક ઝગડો કાયમી રહેતો હતો.પતિ કહે આજે નથી જમવાનો ત્યારબાદ રાત્રે કહે ભોજન નથી બનાવ્યું અને પિયર પક્ષ માટે એલફેલ બોલતા હોવાનું જણાવી વધુમાં મૃતકના ભાઈએ કહ્યું હતું કે,એક વાર ઝઘડા બાદ ઘર બહાર કાઢી મૂકી હતી. બાળકને પણ મારતો હતો.બહેનના આપઘાત કે હત્યાને લઈ યોગ્ય તપાસ થાય એવી માગ મૃતકના મોટાભાઈ પરાગે કરી હતી.