શહેરમાં અનલોક-1 લાગુ કરાતાં જ કોરોના(Corona)ના પોઝિટિવ(Positive) કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં શહેરમાં નવી સિવિલ, સમરસ, સ્મીમેર, મિશન હોસ્પિટલ(Hospital) અને ટ્રાયસ્ટારમાં કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. પરંતુ જે રીતે પોઝિટિવ કેસો સતત વધી રહ્યો છે. તે જોતાં આવનારા દિવસોમાં સગવડ ઓછી પડે તેમ હોય, તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેરની પ્રાઈવેટ હોસ્પિટલો(Hospital)માં પણ સારવાર આપવામાં આવે તે માટે મનપા(SMC)એ આ હોસ્પિટલ સાથે કરાર કરી લીધાં છે.

સેન્ટ્રલઝોનની વિનસ હોસ્પિટલ અને મહાવીર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, રાંદેર ઝોનની બાપ્સ, વરાછા ઝોનની સ્પાર્કલ તેમજ કતારગામ ઝોનમાં આવેલી પ્રાણનાથ હોસ્પિટલ દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓને દાખલ કરીને સારવાર કરવા માટેની તૈયારી દર્શાવી છે. આ હોસ્પિટલોમાં તાલિમબદ્ધ સ્ટાફ, બાયપેપ, વેન્ટિલેટર, ઓક્સિજનની તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. આ હોસ્પિટલોને ફરજિયાત 50 ટકા બેડની વ્યવસ્થા કોરોના દર્દીઓ માટે કરવાની રહેશે અને હોસ્પિટલમાં અન્ય 50 ટકા બેડની વ્યવસ્થા અન્ય દર્દીઓ માટે તેઓ કરી શકશે. જેમાં ફરજિયાત તમામ હોસ્પિટલોએ 75 બેડની વ્યવસ્થા કોરોનાના દર્દીઓ માટે કરવાની
જે બેડ ખાલી રહેશે તેનો ખર્ચ પણ સુરત મહાનગર પાલિકા ઉઠાવશે. જે માટે મનપા વોર્ડ, આઈસોલેશન, વેન્ટિલેટર રૂમના જે ચાર્જ હશે તે ભોગવશે. જેમાં ખાલી બેડ માટે રૂા. 720 થી 1800 સુધીનો ભાવ ચૂકવશે. તેમજ દર્દી હશે તો તે બેડ માટે પણ રૂા. 4,500 થી 11, 250 સુધીનો ચાર્જ મનપા ભોગવશે, સાથે જ સ્પેશિયલ રૂમનો ભાવ રૂા. 10,000 થી 23,000 સુધીનો છે જે હાઈકોર્ટના આદેશ મુજબ તેમાં 5થી 10 ટકા જેટલી રાહત મળતી હોય, મનપા સ્પેશિયલ રૂમ માટે રૂા. 9,000 થી 21,850 સુધીનો ચાર્જ ભોગવશે. તે ઉપરાંત દવાનો ચાર્જ અલગથી રહેશે. ઉપરના ચાર્જમાં નાસ્તો, લંચ, ચા વગેરેનો સમાવેશ થઈ જશે.
બીજી તરફ અમદાવાદમાં મનપા સાથે કરાર છતાં કોરોનાના દર્દી પાસેથી ચાર્જ વસુલાતાં અમદાવાદ(Ahmedabad)ની બે હોસ્પિટલને 10 લાખ દંડ ફટકારવામાં આવ્યો હતો. અમદાવાદની બે ખાનગી હોસ્પિટલો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતા તેઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. બંને હોસ્પિટલો(Hospital)ના સી ફોર્મ રદ કરવાની ચીમકી આપી 5-5 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. આ દંડની રકમ પણ મનપા દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓ(Patient)ની સારવાર માટે ખર્ચ કરવામાં આવશે. પાલડીમાં બોડીલાઈન હોસ્પિટલ અને આંબાવાડી પાંજરાપોળ પાસે આવેલી અર્થમ હોસ્પિટલ વિરૂદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી હતી.