નવસારીમાં તડીપારની સજા કાપવા આવેલા વસીમ બિલ્લાનું 22મી જાન્યુઆરીએ મોડી સાંજે ઢીમ ઢાળી દેવાયું હતું. આ મર્ડર કેસમાં મૃતકનાં ભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસમાં 7 શકમંદ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમાં 60થી વધુ લોકોનાં નિવેદનો લીધા હતા. આ હત્યા કેસના ઉકેલ માટે રેંજ આઈજી દ્વારા ચાર ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ હતી.
જેમાં ગુરૂવારે હત્યાનાં 15માં દિવસે આ કેસનાં ત્રણ જેટલા શાર્પ શુટરોની અટક કરવામાં પોલીસને સફળતા મળી હતી.ગુરુવારે મોડી સાંજે યુપીનાં 2 અને રાજસ્થાનના 1 શાર્પ શુટરોને પોલીસે ઝડપી લીધાજોકે આ બાબતે પોલીસે કોઈ સત્તાવાર માહિતી આપી ન હતી. આ શાર્પ શૂટરોને કોણે અને કેટલાની સોપારી આપી તેનો ખુલાસો સુરત રેંજ આઈજીની કચેરીમાં મળનારી પ્રેસ કોન્ફરન્સમાં થાય એવી શક્યતા જણાઈ રહી છે.