સુરત-ઓલપાડ રોડ પર આજ રોજ સરોલી ગામના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રસ્તો રોકીને ચક્કાજામ કર્યું હતું. ગામના પુરુષો સાથે મહિલાઓએ પણ રસ્તા પર બેસી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે સુરત-ઓલપાડ રોડ પર આજ-રોજ ચક્કાજામના દશ્યો સર્જાયા હતા. ઘટનાની વિગત પ્રમાણે બે દિવસ પહેલા રસ્તા પર બે કાર વચ્ચે આકસ્માત થતા ગામના બે યુવાનો ખુબ ગંભીર રીતે ઘવાયા હતા. જે અંગે ગામના લોકો ઓલપાડ પોલીસમાં ફરીયાદ નોંધાવવા ગયા હતા, પણ પોલીસે ફરીયાદ લેવાની ના પાડી હતી. આજ રોજ પોલીસે ક્રેઈનની મદદથી આ ગાડીને હટાવતા લોકોમાં રોષ પ્રવત્યો છે અને તેમણે રસ્તા રોકીને ચક્કાજામની સ્થિતિ ઉભી કરી છે.