લાંભા-નારોલ હાઇવે ઉપર ત્રિપલ અકસ્માત સર્જાયાની ઘટના બની છે. જેમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. તો એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાઇવે ઉપર અકસ્માત સર્જાતા હાઇવે ઉપર હાઇવે ઉપર રાત્રીના સમયે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. આ અંગે પોલીસને જાણ થતાં સ્થળ ઉપરઆવીને પોલીસે સ્થિતિને કાબુમાં લીધી હતી. અને આગળની કાર્યવાહી હાથધરી હતી
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ નજીક લાંભા-નારોલ હાઇવે ઉપર ગુરુવારે મોડી રાત્રે ટ્રક, કાર અને બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠાં થયા હતા. અને ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો હતો.