સુરતની પલસાણા ચોકડી પાસે મોડી રાત્રે 3 વાગ્યાના અરસામાં ટ્રક અને કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 વ્યક્તિના મોત થયા છે અને બે ઘાયલ થયા છે. ઘાયલોને સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સચિન વિસ્તારમાં સ્વસ્તિક રેસિડન્સીમાં રહેતા શેખ અને પ્રજાપતિ પરીવારના પાંચ સભ્યો કારમાં શીરડી જવા માટે નિકળ્યા હતા. આ દરમિયાન પલસાણા ચોકડી પાસે ટ્રક સાથે જોરદાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક માસૂમ બાળકી સહિત ત્રણના મોત નિપજ્યા છે જ્યારે બેને ગંભીર ઈજા થતા સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.