સુરતના કડોદરા પાસે આવેલા સોનીયા હેમાંદમાં આજ રોજ બે બાળકો ખાડીમાં પડી ગયા બાદ લાપતા થી ગયા છે. પોલીસ વિભાગે તેમની શોધખોળ માટે રેસ્ક્યુ શરૂ કર્યું છ, પણ હજી સુધી બે માંથી એક પણ બાળકની ભાળ મળી નથી.
મળતી માહિતી પ્રમાણે સુરતના સણિયા હેમાંદ પાસેથી બે બાળકો સ્કુલથી ઘરે આવી રહ્યા હતા. જો કે આ રસ્તામાં આવતી ખાડી પર એક લોખંડનો પુલ બનાવવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ નિયમિત રીતે આ પુલ પરથી જ પસાર થતા હતા. આજ રોજ આ પુલ તુટી પડવાથી વિદ્યાર્થીઓ ખાડીમાં ધકેલાઈ ગયા હતા. જો કે હજી સુધી આ બાળકોની કોઈ જાણકારી મળી નથી