આજે સવારે 8.28 કલાકે અડાજણ-પાલ પાલનપુર કેનાલ રોડ ગૌરવ પથ રોડ પર આવેલા રાજ વર્લ્ડ મોલના 1-2 માળ વચ્ચે લિફ્ટ બંધ થઈ જતા વોચમેન ફસાઈ ગયો હતો. જેની જાણ થતા ફાયર વિભાગ દોડી આવ્યું હતું. અને રેસ્ક્યુ કરી વોચમેનને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
વોચમેન કનૈયાલાલ પરમારે જણાવ્યું હતું કે, અચાનક વીજ ડુલ થઈ જતા લિફ્ટ પહેલા અને બીજા માળ વચ્ચે બંધ થઈ ગઈ હતી. રાજ વર્લ્ડ મોલના જનરેટરમાં પણ એરર આવી જતા ચાલુ થયું ન હતું. ફાયરને ફોન કરતા તેમની ટીમ તાત્કાલિક દોડી આવી હતી. ત્યારબાદ રેસ્કયુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો. બંધ લિફ્ટમાં ગભરામણ શરૂ થઈ ગયા બાદ પસીનો નીકળવા લાગતા ડરી ગયો હતો.