શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો ફરી ઉંચે ચઢવા લાગ્યો છે અને તેની સાથે મહત્તમ તાપમાન પણ વધી રહ્યુ છે. જે જોતા ઠંડીનુ પ્રમાણ ઘટવુ જોઈએ. જો કે હવાનુ દબાણ ઘટી રહ્યુ હોવાથી તેમજ હવાની દિશા બદલાતી હોવાથી આવતી કાલે શુક્રવારે શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે તેવી હવામાન ખાતાની આગાહી છે.
આજે શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૨૯.૪ ડિગ્રી સેન્ટિગ્રેડથી વધીને ૩૦ ડિગ્રી સેન્ટિગ્રેડે પહોંચ્યુ હતુ. તેમજ લઘુત્તમ તાપમાન ૯ ડિગ્રીથી વધીને ૧૦.૮ ડિગ્રી સેન્ટિગ્રેડ થઈ ગયુ હતું. જેથી ઠંડીનુ પ્રમાણ ઘટે તેવી શક્યતા હતી. જો કે બીજી તરફ હવાનુ દબાણ પણ ૧૦૧૩.૭થી ઘટીને ૧૦૧૨.૧ મિલીબાર્સ થઈ ગયુ હતુ.