આર બી આઈ નાં નિયંત્રણ બાદ યસબેન્કનાં ખાતેદારોની મુશ્કેલીઓ વધી રહી છે. સુરત શહેરમાં આજે પણ યસબેન્કની બહાર થાપણદારો પોતાની મહામૂલી મૂડી લેવા માટે કતારમાં ઉભેલા જોવા મળી રહ્યા હતા. સવારે 5 વાગ્યાથી ટોકન લેવા માટે લોકો બેંકની બહાર લાઇન લગાવીને ઉભા હતા.
આજે હોળીનો તહેવાર હોવા છતાં સુરતવાસીઓ લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. ખાસ કરીને સેલેરી એકાઉન્ટ ધરાવતા લોકોની મુશ્કેલીઓ વધી છે. એટીએમ માંથી પૈસા નહીં મળતા લોકો પોતાના અનેકો સવાલોનાં જવાબ લેવા અને પોતાના નાણાં મેળવવાની આશા સાથે લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. બે દિવસ પહેલા જેમણે ટોકન લીધા હતા તેમને આજે પૈસા મળે એવી આશા સાથે તેઓ લાઈનમાં ઉભા છે.