થાઈલેન્ડના પ્રવાસેથી સુરત આવેલા અડાજણના યુવકમાં શંકાસ્પદ કોરોના વાઇરસના લખણો દેખાતા યુવાનને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે ગતરાજ સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરાયેલા દંપતીનો રિપોર્ટ આજે નેગેટિવ આવતાં તંત્ર હાશકારો અનુભવ્યો હતો.
નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળેલી વિગત મુજબ વિદેશથી આવ્યા બાદ અડાજણના યુવાન સહિત સુરતમાં વિવિધ વિસ્તારમાં રહેતા પાંચ વ્યક્તિઓ આજે સવારે સાવચેતીના ભાગરૂપે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. તે પૈકી અડાજણના યુવાનને શરદી, ખાંસી, તાવ હોવાથી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આ યુવાન થાઈલેન્ડથી પરત આવ્યા બાદ તેમને તકલીફ થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.જોકે શંકાસ્પદ કોરોનામાં વધુ એક કેસ દેખાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.