T20 વર્લ્ડ કપ 2028: ક્યારે અને ક્યાં રમાશે આગામી ટુર્નામેન્ટ? 12 ટીમોએ અત્યારથી જ સ્થાન કર્યું પાકું
ભારતમાં રમાયેલા T20 વર્લ્ડ કપ 2026નું ભવ્ય સમાપન થઈ ગયું છે. સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરીને ફરી એકવાર ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. લગભગ એક મહિના સુધી ચાલેલા આ ક્રિકેટના મહાકુંભ બાદ હવે ચાહકોમાં આગામી વર્લ્ડ કપને લઈને ઉત્સુકતા જાગી છે. તો ચાલો જાણીએ કે હવે પછીનો T20 વર્લ્ડ કપ ક્યારે રમાશે, તેનું યજમાન કોણ હશે અને અત્યાર સુધીમાં કઈ ટીમોએ તેમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.
ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ કરશે સંયુક્ત યજમાની
ICC દ્વારા દર બે વર્ષે T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2024 બાદ હવે 2026માં આ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. હવે પછીનો T20 વર્લ્ડ કપ વર્ષ 2028માં યોજાશે. વર્ષ 2027માં વન-ડે વર્લ્ડ કપ રમાવાનો હોવાથી, તેના પછીના વર્ષે ફરીથી T20નો રોમાંચ પાછો ફરશે. 2028ના આ વર્લ્ડ કપની યજમાની ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સંયુક્ત રીતે કરશે. આ બંને દેશોમાં ક્રિકેટની પિચો અને વાતાવરણ હંમેશા રમતને વધુ રસપ્રદ બનાવે છે.
ઓક્ટોબર-નવેમ્બરમાં આયોજન થવાની શક્યતા
શેડ્યૂલની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં યોજાનારો આ વર્લ્ડ કપ વર્ષ 2028માં ઓક્ટોબરથી નવેમ્બર દરમિયાન રમાય તેવી પ્રબળ શક્યતા છે. જોકે હજુ સુધી સત્તાવાર તારીખો જાહેર કરવામાં આવી નથી, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે ઓક્ટોબરના મધ્યથી શરૂ થઈને નવેમ્બરના મધ્ય સુધી આ ટુર્નામેન્ટ ચાલશે. આ વખતે પણ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેતી જોવા મળશે.
આ 12 ટીમોનું સ્થાન અત્યારથી જ નક્કી
આગામી વર્લ્ડ કપ માટે કુલ 20માંથી 12 ટીમોના નામ અત્યારથી જ ફાઈનલ થઈ ગયા છે. આ યાદીમાં નીચે મુજબની ટીમોનો સમાવેશ થાય છે:
યજમાન દેશો: ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ (યજમાન હોવાથી સીધી એન્ટ્રી).
સુપર-8 ટીમો: વર્ષ 2026ના વર્લ્ડ કપમાં જે 8 ટીમોએ ‘સુપર-8’માં જગ્યા બનાવી હતી, તેઓ સીધા ક્વોલિફાઈ થયા છે. જેમાં ભારત, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા અને ઝિમ્બાબ્વેનો સમાવેશ થાય છે.
રેન્કિંગના આધારે: ICC રેન્કિંગ મુજબ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને આયર્લેન્ડની ટીમોએ પણ પોતાનું સ્થાન પાકું કરી લીધું છે.
બાકીની 8 જગ્યાઓ માટે થશે જંગ
વર્લ્ડ કપની બાકી બચેલી 8 જગ્યાઓ ભરવા માટે વિવિધ પ્રાદેશિક ક્વોલિફાયર મેચો રમાશે. આ ક્વોલિફાયર રાઉન્ડ આ વર્ષના મધ્યથી શરૂ થઈ જશે. જે ટીમો આ પ્રાદેશિક ટુર્નામેન્ટમાં વિજયી બનશે,

