ટીમ ઇન્ડિયાની જર્સીમાં ક્યારે દેખાશે વિરાટ-રોહિત? જાણો આગામી ઘરેલું સીઝનનું સંપૂર્ણ શેડ્યૂલ

2 Min Read

ક્રિકેટ ફેન્સ માટે ખુશખબર: વિરાટ અને રોહિતની વાપસીની તારીખ નક્કી, ભારત રમશે આટલી વનડે મેચો

ભારતીય ક્રિકેટ ટીમના બે દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. હવે આ બંને ખેલાડીઓ માત્ર વનડે (ODI) ફોર્મેટ અને IPLમાં રમતા જોવા મળે છે. હાલમાં બંને ખેલાડીઓ IPL 2026ની તૈયારીઓમાં વ્યસ્ત છે, પરંતુ ચાહકોના મનમાં એક જ પ્રશ્ન છે કે આ દિગ્ગજો ફરી ક્યારે ટીમ ઈન્ડિયા માટે મેદાનમાં ઉતરશે.

તાજેતરમાં BCCI એ 2026-27ના ઘરેલું સત્રની જાહેરાત કરી છે. આ સીઝન દરમિયાન ભારતીય ટીમ કુલ 22 મેચો રમશે, જેમાંથી 9 વનડે મેચો છે. આ મેચોમાં વિરાટ અને રોહિતના રમવાની પૂરેપૂરી શક્યતા છે.

- Advertisement -

virat.jpg

વેસ્ટ ઈન્ડિઝ સામે સપ્ટેમ્બરમાં થશે ધમાકેદાર વાપસી

2026-27ના સત્રમાં ભારત વેસ્ટ ઈન્ડિઝ, ઝિમ્બાબ્વે અને શ્રીલંકા સામે 3-3 મેચોની વનડે શ્રેણી રમશે. વિરાટ અને રોહિત આ વર્ષે સપ્ટેમ્બરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીથી ટીમ ઈન્ડિયાની જર્સીમાં ફરી જોવા મળી શકે છે. આ શ્રેણીની શરૂઆત 27 સપ્ટેમ્બરથી થશે. ચાહકો આ શ્રેણીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે અહીંથી જ 2027ના વનડે વર્લ્ડ કપની તૈયારીઓનો પાયો નંખાશે.

- Advertisement -

વનડે શ્રેણીના સ્થળ અને તારીખો પર એક નજર

આગામી ઘરેલું સીઝનમાં ભારત ત્રણ દેશોની યજમાની કરશે, જેની વિગતો નીચે મુજબ છે:

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ: પહેલી મેચ તિરુવનંતપુરમ (27 સપ્ટેમ્બર), બીજી ગુવાહાટી (30 સપ્ટેમ્બર) અને ત્રીજી ન્યુ ચંદીગઢ (03 ઓક્ટોબર)માં રમાશે.

શ્રીલંકા વિરુદ્ધ: ડિસેમ્બર મહિનામાં શ્રીલંકાની ટીમ ભારત આવશે. વનડે મેચો દિલ્હી (13 ડિસેમ્બર), બેંગલુરુ (16 ડિસેમ્બર) અને અમદાવાદ (19 ડિસેમ્બર)માં યોજાશે.

- Advertisement -

ઝિમ્બાબ્વે વિરુદ્ધ: જાન્યુઆરી 2027માં ઝિમ્બાબ્વેની ટીમ ભારતનો પ્રવાસ કરશે. આ શ્રેણીની મેચો કોલકાતા (03 જાન્યુઆરી), હૈદરાબાદ (06 જાન્યુઆરી) અને મુંબઈ (09 જાન્યુઆરી)માં રમાશે.

virat1.jpg

2027 વનડે વર્લ્ડ કપ પર રહેશે બંનેની નજર

આગામી વનડે વર્લ્ડ કપ 2027માં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવનાર છે. વિરાટ અને રોહિત અત્યારે જે લયમાં છે, તેને જોતા લાગે છે કે તેઓ આગામી વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો મુખ્ય હિસ્સો રહેશે. આ 9 વનડે મેચો દ્વારા ટીમ ઈન્ડિયા પોતાની તાકાત ચકાસશે અને બંને વરિષ્ઠ ખેલાડીઓ પોતાની ફોર્મ જાળવી રાખવા મેદાનમાં પરસેવો પાડશે.

TAGGED:
Share This Article